BSF Found 150 Meter Long Tunnel Near LoC
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નગરોટા હુમલાથી ફરી એકવાર પાક.નો ‘આતંકી’ ચહેરો આવ્યો સામે, BSFએ શોધ્યા નક્કર પુરાવા

નગરોટા હુમલાથી ફરી એકવાર પાક.નો ‘આતંકી’ ચહેરો આવ્યો સામે, BSFએ શોધ્યા નક્કર પુરાવા

 | 10:07 pm IST
  • Share

જમ્મુ-કાશ્મીર (Jammu And Kashmir)ના સાંબા જિલ્લામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનોએ પાકિસ્તાન (Pakistan) સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક એક સુરંગ (Tunnel) શોધી કાઢી છે. બીએસએફ અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂગર્ભ ટનલ એક પેટ્રોલીંગ દળ દ્વારા શોધી કાઢવામાં આવી હતી અને આશંકા છે કે આનો ઉપયોગ સરહદ પર ઘૂસણખોરી માટે કરવામાં આવે છે. રવિવારના મળેલી ટનલમાં મળેલી બોરીઓ પાકિસ્તાનમાં બની છે, જેનાથી સ્પષ્ટ છે કે આને આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવા બનાવવામાં આવી છે. આ પહેલા સાંબાના બૈનગલાડમાં પણ આવી જ સુરંગ મળી હતી, જેનાથી આતંકવાદીઓની ઘૂસણખોરીનો શક વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સાંબા સેક્ટરથી ભારતમાં ઘૂસ્યા હતા

સુરક્ષા દળોએ કહ્યું છે કે જમ્મુ-શ્રીનગર હાઈવે નજીક નાગરોટા ટોલ પ્લાઝા નજીક થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચાર આતંકવાદીઓ સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી ભારતમાં ઘૂસી ગયા હતા. અધિકારીઓએ કહ્યું કે શુક્રવારથી સરહદ પર એન્ટિ ટનલિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત સરહદ પર આવી ગેરકાયદેસર ટનલ શોધી કાઢવામાં આવી રહી છે. બીએસએફની સાથે સેના અને પોલીસ જવાનો પણ આમાં સામેલ છે.

પાક છોડી દે આતંકવાદી સમૂહોને સમર્થનની નીતિ

પાકિસ્તાને ભારતના દાવાને ફગાવી દીધો છે કે પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સ્થાનિક ચૂંટણી પહેલા જમ્મુ-કાશ્મીરમાં હુમલાની યોજના ઘડી રહ્યું છે. શનિવારે જ ભારતે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના પ્રભારીને કહ્યું હતું કે પાકિસ્તાને તેના ક્ષેત્રથી ગતિવિધિઓ ચલાવી રહેલા આતંકવાદીઓ અને આતંકવાદી સમૂહોને સમર્થનની પોતાની નીતિ છોડી દેવી જોઈએ, અને બીજા દેશોમાં હુમલા માટે તૈયાર આતંકવાદી સંગઠનોના માળખાને નષ્ટ કરી દેવું જોઇએ.

આ સુરંગ લગભગ 150 મીટર લાંબી 

BSF તરફથી મળેલી જાણકારી પ્રમાણે આ સુરંગ લગભગ 150 મીટર લાંબી છે જે સાંબાના રાજપુરા વિસ્તારમાં મળી છે. આ પહેલા સાંબાના જ રામગઢ સેક્ટરમાં આતંકવાદીઓ માટે બનાવવામાં આવેલી ટનલ મળી આવી હતી. સુરક્ષા એજન્સીઓ પ્રમાણે સેનાના સર્ચ ઑપરેશનમાં સાંબાની રીગલ પોસ્ટથી કેટલાક અંતર પર એક ટનલ મળી આવી છે. આ ટનલ લગભગ 150 મીટર અંદર સુધી આવી ચુકી હતી.

આ વિડીયો પણ જુઓ: ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના પ્રવાસે તમિલનાડું પહોંચ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન