BSF Jawan sing Border Film song Sandese Aate Hain Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : BSF જવાનનું આ ગીત સાંભળી તમારી આંખના ખુણા પણ થઈ જશે ભીના

Video : BSF જવાનનું આ ગીત સાંભળી તમારી આંખના ખુણા પણ થઈ જશે ભીના

 | 7:19 pm IST

આજે 15મી જાન્યુઆરીએ સેના દિવસ (Army Day) તરીકે ઉજવવામાં આવે છે. આજે દેશનો દરેક નાગરિક સરહદ પર તૈનાત સૈનિકોને સલામ કરે છે. આજે જુદી જુદી રીતે સેના અને અર્ધસૈનિક બળોના જવાનોના પરાક્રમ અને તેમના સાહસની જુદી જુદી કહાનીઓ સામે આવી રહી છે. તેવામાં બીએસએફના એક જવાનનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે 1997માં જેપી દત્તા દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ બોર્ડરનું ખુબ જ જાણીતું ગીત ‘સંદેશે આતે હૈ’ ગાઈ રહ્યો છે. જવાને આ ગીત ખરેખર સુંદર રીતે ગાયું છે. 2 મિનીટ 3 સેકંડનું આ ગીત સાંભળતા જ ભલભલાની આંખના ખુણા ભીના થઈ શકે છે. ફિલ્મ બોર્ડર ભારત-પાકિસ્તાન વચ્ચે 1971માં ખેલાયેલા યુદ્ધ દરમિયાન લોંગોવાલાની ઘટના પર આધારીત છે. જેમાં ભારતના માત્ર 120 જેટલા બહાદુર સૈનિકોએ પાકિસ્તાનના 2000 સૈનિકોને ધુળ ચટાડી તિરંગો ફરકાવી રાખ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન