BSF jurisdiction area on IB along Punjab-West-Bengal by MHA
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • BSFને વધુ પાવર મળતા ગુજરાતમાં શું સ્થિતિ હશે?

BSFને વધુ પાવર મળતા ગુજરાતમાં શું સ્થિતિ હશે?

 | 1:16 pm IST
  • Share

  • કેન્દ્ર સરકારે BSFના અધિકાર ક્ષેત્ર વધારી દીધો છે

  • પંજાબ અને બંગાળમાં આ નિર્ણયનો વિરોધ

  • પાકિસ્તાનની સરહદ ગુજરાતને પણ લાગે છે પરંતુ અહીં BSFનો દાયરો 80 KMથી ઘટાડીને 50 KM કરી દીધો

કેન્દ્ર સરકારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના અધિકાર ક્ષેત્ર વધારી દીધો છે. પંજાબ અને બંગાળમાં પાકિસ્તાની સરહદને અડીને આવેલા ભારતીય વિસ્તારમાં 15 કિલોમીટર અંદર સુધી જ BSF કાર્યવાહી કરી શકતું હતું, પરંતુ હવે આ વિસ્તાર વધારીને 50 કિલોમીટર કરી દીધો છે. BSFને ‘વધુ પાવર’ આપવાનો વિરોધ પણ શરૂ થઇ ગયો છે. પંજાબ અને પશ્ચિમ બંગાળે કેન્દ્રના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. ગુજરાતમાં શું સ્થિતિ ઉભી થશે? આખરે શું છે આ નિર્ણય? તેનાથી શું બદલાશે? આવો જાણીએ વિગતે

શું છે કેન્દ્રનો નિર્ણય?

કેન્દ્ર સરકારે BSF એકટમાં સંશોધન કર્યું છે ત્યારબાદ BSFને પંજાબ, પ.બંગાળ અને અસમમાં આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા ભારતીય વિસ્તારમાં 50 કિલોમીટર અંદર સુધી કાર્યવાહી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. પહેલાં આ દાયરો 15 કિલોમીટર હતો. પાકિસ્તાનની સરહદ ગુજરાતને પણ લાગે છે પરંતુ અહીં BSFનો દાયરો 80 કિમીથી ઘટાડીને 50 KM કરી દીધો છે. તો રાજસ્થાનમાં 50KM સુધી યથાવત છે. BSFએ કેન્દ્ર સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.

શું અસર થશે?

તેની સીધી અસર સરહદને અડીને આવેલા ગુજરાત, રાજસ્થાન, પંજાબ, પશ્ચિમ બંગાળ અને અસમને થશે. હવે BSF આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારતીય વિસ્તારની અંદર 50KM સુધી કોઇપણ કાર્યવાહી કરી શકશે. એટલું જ નહીં આ તમામ રાજ્યોમાં BSFને 50-50 km સુધીના દાયરામાં કાર્યવાહીનો અધિકાર હશે પરંતુ પહેલાં ગુજરાતમાં 80 km, રાજસ્થાનમાં 50 km તો પંજાબ અને બંગાળમાં 15 km સુધી જ હતો.

તો પછી આનો વિરોધ કેમ થઇ રહ્યો છે?

કેન્દ્રના આ નિર્ણયનો સૌથી વધુ વિરોધ પંજાબ અને પશ્ચિમ બંગાળમાં થઇ રહ્યો છે. પંજાબના CM ચરણજીત સિંહ ચન્ની અને બંગાળ સરકારના મંત્રી ફરહાદ હકીમે આ નિર્ણયને ‘સંઘીય માળખા પર હુમલો’ ગણાવ્યો છે. ચન્નીએ કહ્યું આ નિર્ણય તર્કહીન છે. હું અમિત શાહને અનુરોધ કરું છું કે તેઓ આ નિર્ણયને પાછો લે. તો ફરહાદ હકીમે કહ્યું કે મોદી સરકાર ફેડરલ સ્ટ્રકચરને તોડી રહી છે. 15 કિલોમીટરનો દાયરો ઘણો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો