BSF Pilot Sangwan Bid to For Amit Shah Helicopter but Now offer resgin
  • Home
  • Featured
  • અમિત શાહનું પ્લેન ઉડાડવા ખતરનાક કાવતરું ઘડનાર કારગિલના હીરોએ હવે ભર્યું ચોંકાવનારું પગલું

અમિત શાહનું પ્લેન ઉડાડવા ખતરનાક કાવતરું ઘડનાર કારગિલના હીરોએ હવે ભર્યું ચોંકાવનારું પગલું

 | 9:59 am IST

કારિગલની જંગના હીરો રિટાયર્ડ વિંગ કમાન્ડર જેએસ સાંગવાને BSFના એર વિંગમાંથી રાજીનામું આપવાની રજૂઆત કરી છે. તેમના પર આરોપ હતો કે ગૃહમંત્રી અમિત શાહના પાયલટ બનવા માટે તેમણે પોતાના સીનિયર અધિકારીના નામે છેતરપિંડી કરી હતી. જો કે તેમના રાજીનામાનો હાલ સ્વીકાર કરાયો નથી. બીએસએફનું કહેવું છે કે સાંગવાનની અરજી ‘અંડર પ્રોસેસ’ છે. સૂત્રોનું કહેવું છે કે સાંગવાનના રાજીનામાનો સ્વીકાર કરાયો તો તેનો મતલબ એ થશે કે તેમને કોઇપણ પ્રકારની તપાસનો સામનો કર્યા વગર જવા દેવા પડશે.

અગ્રણી અખબારમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે સાંગવાન ઇન્ડિયન એરફોર્સમાં સેવા આપી ચૂકયા છે. હાલ સાંગવાન બીએસએફ અને દિલ્હી પોલીસની તપાસનો સામનો કરી રહ્યા છે. તેમના પર આરોપ લાગ્યો હતો કે તેઓ અમિત શાહનું પ્લેન ઉડાડવા માંગતા હતા, તેના માટે તેમણે પોતાના સીનિયર અધિકારીના નામથી કોમ્યુનિકેશન કર્યું. તેના થોડાંક દિવસ બાંદ સાંગવાને 2 સપ્ટેમ્બરના રોજ બીએસએફમાં સર્વિસીસથી સ્વૈચ્છિક ત્યાગપત્ર આપવાની અરજી કરી. નિયમો પ્રમાણે જો કોઇ શખ્સ તપાસનો સામનો કરી રહ્યું છે તો તેના રિટાયરમેન્ટ કે રાજીનામાં સાથે જોડાયેલી અરજી સ્વીકાર કરાશે નહીં.

તો સાંગવાનની વિરૂદ્ધ કેસની તપાસ કરી રહેલા પોલીસે બીએસએફના એર વિંગના કોમ્પ્યુટર વિંગના સીસીટીવી ફૂટેજ અને નિયમ-કાયદા સાથે જોડાયેલા કાગળિયા માંગ્યા છે. આપને જણાવી દઇકે થોડાંક સમય પહેલાં આ સમાચાર આવ્યા હતા કે ગયા જૂન અને જુલાઇમાં એન્જિનિયરિંગ અને કંસ્ટ્રકશન ક્ષેત્ર સાથે જોડાયેલી દિગ્ગજ કંપની લાર્સન એન્ડ ટુબ્રોને બીએસએફના એર વિંગની તરફથી કોઇ ઇમેલ મળ્યો હતો. બીએસએફના એર વિંગની પાસે જ અમિત શાહનું પ્લેન ઉડાવવાની જવાબદારી છે. આ ઇમેલમાં દરખાસ્ત કરાઇ હતી કે સાંગવાનને એલએન્ડીનું પ્લેન ઉડાડવાની મંજૂરી આપવામાં આવે.

આ ઇમેલ્સમાં સાંગવાનની ભલામણ કરાઇ અને કહ્યું કે તેઓ એક કુશળ એમ્બ્રેયર પ્લેન પાયલટ છે. તેમની પાસે 4000 કલાકની ઉડાનનો અનુભવ છે. આ ભલામણ બાદ એલએન્ડટીએ સાંગવાનને જુલાઇમાં પોતાની એક ફલાઇટને ઉડાડવાની મંજૂરી આપી હતી. જો કે સાંગવાનના જતા પહેલાં એલએન્ડટીએ બીએસએફના એરવિંગની ઓફિસમાં કોલ કરીને કેટલીક માહિતીઓ માંગી હતી.

કંપનીને ખબર પડી કે બીએસએફે એવી કોઇ જ ભલામણ કરી નથી. એટલે સુધી કે સાંગવાનને કો-પાયલટનો પણ દરજ્જો પ્રાપ્ત થયો નથી. ઇ-મેલની તપાસ કર્યા બાદ એ વાત સામે આવી કે સાંગવાને જાતે જ પોતાની ભલામણ કરી. આમ કરવા માટે તેમણે પોતાના સીનિયરના નામનો સહારો લીધો અને મોકલેલા ઇમેલ્સમાં વેરિફિકેશન કોલ્સ માટે પોતાનો નંબર આપી દીધો. શરૂઆતની તપાસમાં સામે આવ્યું કે સાંગવાન કદાચ પોતાના ઉડાનના કલાક વધારવાની કોશિષ કરી રહ્યા હતા જેથી કરીને તેઓ ગૃહમંત્રીનું પ્લેન ઉડાડવાની યોગ્યતા પ્રાપ્ત કરી શકે. આ કેસમાં પોલીસની પાસે કેસ નોંધાયો. ત્યાં બીએસએફે પણ આંતરિક તપાસ શરૂ કરી દીધી હતી.

આ વીડિયો પણ જુઓ – વહુએ સાસુને કટાક્ષ કરતાં ગીતો ગાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન