BSNL Rs 444 plan now offers 6GB data per day; will you benefit? Find out more
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • BSNLએ લોન્ચ કર્યો શાનદાર પ્લાન, પ્રતિદિવસ મળશે 6GB ડેટા

BSNLએ લોન્ચ કર્યો શાનદાર પ્લાન, પ્રતિદિવસ મળશે 6GB ડેટા

 | 7:37 pm IST

સરકારી ટેલીકોમ કંપની BSNL પાસે ઘણા બધા પ્રીપેડ પ્લાન્સ છે. 444 રૂપિયા વાળા પ્લાન અમથી એક છે. હાલમાં કંપનીએ 444 રૂપિયા વાળા પોતાના આ પ્લાનમાં પ્રતિદિવસ 6GB ડેટા આપવાનું શરૂ કર્યું છે અને આ પ્લાનની વેલિડીટી 60 દિવસોની રાખવામાં આવી છે. પહેલા આ પ્લાનમાં ગ્રાહકોને 60 દિવસો માટે પ્રતિદિવસ 4GB ડેટા આપવામાં આવતા હતા.

કંપનીએ આ પ્લાનમાં ગ્રાહકોને ડેટા સાથે ઓન-નેટ વોયસ કોલિંગનો પણ લાભ મળશે. પરંતુ ઓફ-નેટ અને SMS જેવી સુવિધાઓ ગ્રાહકોના ભાગમાં નહીં આવે. આ સિવાય તમને જણાવી દઈએ કે BSNLના આ ટેરિફ પ્લાનમાં ઉપલબ્ધ ડેટા ખતમ થયા પછી ગ્રાહકોને 60 Kbpsની સ્પીડ મળશે.

BSNLએ એક નવો પ્લાન પણ બહાર પડ્યો છે, જેના અંતર્ગત ઘણા પ્રીપેડ પ્લાન્સ પર પ્રતિદિવસ 2GB ડેટા વધુ આપવામાં આવે છે. આ પ્લાન્સ 999 રૂપિયા, 666 રૂપિયા, 485 રૂપિયા, 429 રૂપિયા, 186 રૂપિયા, 448 રૂપિયા, 333 રૂપિયા, 349 રૂપિયા, 187 રૂપિયા વાળા છે.

આ સિવાય તમને જણાવી દઈએ કે BSNLએ હાલમાં 1,999 રૂપિયાનો નવો પ્રીપેડ પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનની વેલિડીટી એક વર્ષની છે. આ પ્લાનને ચેન્નાઈ અને તમિલનાડુ સર્કલ માટે બહાર પડ્યો છે.

આ પ્લાનમાં ગ્રાહકોને રોજ 2GB ડેટા, અનલિમિટેડ કોલિંગ (મુંબઈ અબે દિલ્હી છોડીને) અને પ્રતિદિવસ 100SMS મળશે. ફક્ત પ્રીપેડ યુઝર્સ જ આ ઓફરનો ફાયદો ઉઠાવી શકે છે. BSNLના આ પ્લાનની ટક્કર જીયોના 1,999 રૂપિયા વાળા પ્લાન સાથે રહેશે.