Jio સાથે BSNLની સીધી ટક્કર, લોંચ કર્યો 30 GB ડેટા સાથે અનલિમિટેડ કોલ્સનો પ્લાન - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • Jio સાથે BSNLની સીધી ટક્કર, લોંચ કર્યો 30 GB ડેટા સાથે અનલિમિટેડ કોલ્સનો પ્લાન

Jio સાથે BSNLની સીધી ટક્કર, લોંચ કર્યો 30 GB ડેટા સાથે અનલિમિટેડ કોલ્સનો પ્લાન

 | 4:52 pm IST

BSNL એ જિયો અને એરટેલને સીધી ટક્કર આપવા માટે એક નવો પ્લાન રજુ કર્યો છે. આ પ્લાનમાં કંપની પોતાના પોસ્ટપેઇડ યૂઝર્સને 399 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગની સાથે 30 જીબી ડેટા આપી રહી છે. આ પ્લાન 1 માર્ચથી એક્ટિવ થઇ ગઇ છે એટલે કે જો હવે તમે 399 રૂપિયાનુ રિચાર્ઝ કરાવો છો તો તમને પણ આ સ્કીમનો ફાયદો મળશે.

આ પ્લાનની ખાસ વાત એ છે કે, તેમા ઇન્ટરનેટ યૂઝ કરવાની કોઇ સીમા નથી અને આ પ્લાન હાલનાં અને જૂના એમ બંન્ને પ્રકારનાં ગ્રાહકો માટે રહેશે. તેમને જણાવી દઇએ કે, કેરળના યૂઝર્સ આ પ્લાનમાં જ્યાં 4G ની સ્પીડ મળશે. ત્યાં જ અન્ય યૂઝર્સને 3G ની સ્પીડ મળશે. આ પ્લાનની જાણકારી કેટલાક દિવસો પહેલા BSNL ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અનુપમ શ્રીવાસ્તવે ટ્વીટ કરીને આપી હતી.

બીએસએનએલનાં આ પ્લાનની સીધી ટક્કર એરટેલ અને વોડાફોનનાં 399 રૂપિયાવાળા પ્લાન તથા આઇડીયાનાં 389 વાળા પ્લાન સાથે થશે. તમને જણાવી ધઇએ કે, આ કિંમતમાં એરટેલ અને વોડાફોનનાં 20 જીબી ડેટા આપે છે. ત્યાં જ જિયો 409 રૂપિયામાં 30 જીબી ડેટા આપે છે.