BSNL પોતાના યૂઝર્સ માટે લાવી નવી ઓફર, વધુ જાણવા કરો ક્લિક - Sandesh
NIFTY 10,700.45 -41.10  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • BSNL પોતાના યૂઝર્સ માટે લાવી નવી ઓફર, વધુ જાણવા કરો ક્લિક

BSNL પોતાના યૂઝર્સ માટે લાવી નવી ઓફર, વધુ જાણવા કરો ક્લિક

 | 3:11 pm IST

ટેલિકોમ ઓપરેટર કંપની BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ)એ પોતાના બધા પ્રીપેડ ટેરિફ પ્લાનમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. જેમાં 186 રૂપિયા, 187 રૂપિયા, 349 રૂપિયા, 429 રૂપિયા અને 666 રૂપિયા વાળા કુલ 6 ટેરિફ પ્લાન સામેલ છે. તમને જણાવી દઈએ કે આ બધા પ્લાન 15 જાન્યુઆરીથી લાગુ થશે અને આ બધા પ્લાનના લાભ દિલ્હી અને મુંબઈ યૂઝર્સને મળશે નહી.

BSNLના અપગ્રેડ પેકની વાત કરીએ તો હવે યૂઝર્સને 186 રૂપિયા, 349 રૂપિયા અને 429 રૂપિયા વાળા પેકમાં 28, 54 અને 81 દિવસ માટે 1 જીબી ડેટા દરરોજ મળશે. તો બીજી તરફ 485 રૂપિયા અને 666 રૂપિયા વાળા પેકમાં 90 દિવસ અને 129 દિવસ સુધીની વેલિડિટીની સાથે 1.5 જીબી ડેટા દરરોજ મળશે. તે સિવાય યૂઝર્સને દરરોજ 100 એસએમએસનો પણ લાભ મળશે.