jioને ટક્કર આપવા પતંજલિના સિમ માટે લોન્ચ થયા ધમાકેદાર પ્લાન - Sandesh
  • Home
  • Technology
  • jioને ટક્કર આપવા પતંજલિના સિમ માટે લોન્ચ થયા ધમાકેદાર પ્લાન

jioને ટક્કર આપવા પતંજલિના સિમ માટે લોન્ચ થયા ધમાકેદાર પ્લાન

 | 3:13 pm IST

યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિએ ભારતીય સંચાર નિગલ લિમિટેડની સાથે મળીને સીમ કાર્ડ લોન્ચ કર્યું છે. સિમકાર્ડની સાથે યુઝર્સને 5 લાખ રૂપિયા સુધીનો વીમો પણ મળશે. તાજેતરમાં આ સિમકાર્ડનો ઉપયોગ બાબા રામદેવની કંપની પતંજલિ, ભારત સ્વાભિમાન ન્યાસ, પતંજલિ યોગ સમિતિ, યુવા ભારત, પતંજલિ કિસાન સેવાના કર્મચારી કરી શકશે. તેમજ બીએસએનએલએ પતંજલિ સિમ માટે 3 પ્લાન પણ રજૂ કર્યા છે. આવો જાણીએ આ પ્લાન વિશે.

– સમૃદ્ધિ સિમ માટે રૂપિયા 144, 792 અને 1584નો પ્લાન લોન્ચ કર્યો છે. આ દરેક પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ પણ મળશે. જોકે આ બધા પ્લાનની વેલિડીટી જુદી-જુદી રહેશે.

– રૂપિયા 144ના પ્લાનમાં મુંબઇ અને દિલ્હી સર્કલને બાદ કરતા બધા સર્કલ માટે અનલિમિટેડ કોલિંગ મળશે અને આ પ્લાનની વેલિડીટી 30 દિવસની રહેશે. આમા રોજ 100 મેસેજ પણ મળશે.

– તેમજ રૂપિયા 792 અને 1584ના પ્લાનમાં વેલિટિડી ક્રમશ 180 દિવસ અને 365 દિવસ છે. બન્ને પ્લાનમાં દરરોજ 2જીબી ટેડા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન