bsnl launched new postpaid plan
  • Home
  • Technology
  • આ કંપનીએ લોન્ચ કર્યો Jioને ટક્કર આપતો નવો સસ્તો પ્લાન

આ કંપનીએ લોન્ચ કર્યો Jioને ટક્કર આપતો નવો સસ્તો પ્લાન

 | 11:44 am IST

સરકારી ટેલિકોમ કંપની BSNLએ 299 રૂપિયાવાળો નવો પોસ્ટપેડ પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીએ આ પ્લાન ફક્ત નવા યુઝર્સ માટે રજૂ કર્યો છે. બીએસએનએલના આ પ્લાનથી Vodafone, Airtel, Reliance Jioને સારી ટક્કર મળી શકે છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ નેશનલ અને લોકલ કૉલિંગનો ફાયદો મળશે. આ સિવાય ફ્રી મેસેજ અને ડેટાનો પણ લાભ મળશે.

આ પ્લાનમાં નવા યુઝર્સને શું ફાયદો થશે
બીએસએનએલના 299 રૂપિયાવાળા પોસ્ટપેડ પ્લાનમાં યુઝર્સને દર મહિને 31 જીબી ડેટા મળશે. જોકે, આ પ્લાનમાં FUP સ્પીડ 80 Kbpsની હશે. આ સિવાય યુઝર્સને અનલિમિટેડ વૉઈસ કૉલિંગની સુવિધા મળશે. સાથે જ દરરોજ 100 ફ્રીમાં મળશે.

ઉલ્લેખનિય છે કે બીએસએનએલે પોતાના પ્રી-પેડ યુઝર્સ માટે પોતાનો જૂનો પ્લાન રિવાઈઝ કર્યો છે. આ પ્લાનમાં કંપની પોતાના યૂઝર્સને 3.2GB પ્રતિ દિવસ ડેટા આપી રહી છે. બીએસએનએલનો આ પ્લાન 186 રૂપિયાવાળો છે, જે પ્રીપેડ યુઝર્સ માટે બીજી વખત રજૂ કરાયો છે. જે 28 દિવસનો છે.

પહેલા આ પેકમાં યૂઝર્સને દરરોજ 1 જીબી ડેટા મળતો હતો, પરંતુ હવે આ સમય વધારી 3.2GB કરી દેવાયો છે. એટલેકે હવે યુઝર્સ દરરોજ 3.2GB ડેટાનો લાભ ઉઠાવી શકે છે. કુલ મળીને યુઝર્સને હવે 30GBની જગ્યાએ 89.2GB ડેટા 28 દિવસો માટે મળશે. આ પદ્ધતિથી 1GB ડેટા માટે યુઝર્સને 2.08 રૂપિયા ચૂકવવા પડશે. આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ વૉઈસ કૉલિંગ નેશનલ રોમિંગની સાથે મળશે.