BSNLએ રિ-લોન્ચ કર્યો આ પ્લાન, મળશે 60% સુધીનું ડિસ્કાઉન્ટ... - Sandesh
  • Home
  • Technology
  • BSNLએ રિ-લોન્ચ કર્યો આ પ્લાન, મળશે 60% સુધીનું ડિસ્કાઉન્ટ…

BSNLએ રિ-લોન્ચ કર્યો આ પ્લાન, મળશે 60% સુધીનું ડિસ્કાઉન્ટ…

 | 2:54 pm IST

BSNLએ પોતાના ગ્રાહકો માટે ખાસ લુટ લો ઓફર રિ-લોન્ચ કરી છે. આ ઓફર ગયા વર્ષે નવેમ્બરમાં લોન્ચ કર્યો હતો. BSNLએ લુટ લો ઓફર અતર્ગત પ્રીમિયમ પોસ્ટપેડ પ્લાન્સ પર 60% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આ ઓફરનો ફાયદો 6 માર્ચથી લઈને 31 માર્ચ 2018 સુધી લઇ શકશો. આના માટે કંપનીએ એક શરત રાખી છે. ઑફર અંતર્ગત નવું સિમકાર્ડ ખરીદનાર ગ્રાહકોને સિમ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે. નવા અને જૂના બંને યૂઝર્સ આ ઑફરનો લાભ ઉઠાવી શકશે.

ઉપરાંત BSNLના 1125 રૂપિયા વાળા માસિક પ્લાનમાં પણ 60 ટકા ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકશો. જ્યારે 799 અને 725 રૂપિયાવાળા માસિક પ્લાનમાં 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે તથા 525 રૂપિયા વાળા પ્લાનમાં 35 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો 1525 રૂપિયા વાળા પોસ્ટપેડ પ્લાનની વાત કરીએ તો આ પ્લાન 60 ટકા રેન્ટલ ડિસ્કાઉન્ટ માટે ઉપલબ્ધ છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કૉલ્સ, એસએમએસ અને ઇન્ટરનેટ ડેટા આપવામાં આવી રહ્યો છે.

325 વાળા પ્લાનમાં 25 ટકા અને 225 રૂપિયા વાળા પ્લાનમાં 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકશો. જો કે આના માટે 12, 6 કે પછી 3 મહિનાનો એડવાન્સ રેન્ટલ વાળો પ્લાન લેવો પડશે. જો 12 મહિનાના એડવાન્સ રેન્ટલ વાળો પ્લાન લેશો તો તમને 60 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. 6 મહિનાના એડવાન્સ રેન્ટલ પ્લાન પર 45 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે અને 3 મહિનાના એડવાન્સ રેન્ટલ પ્લાન પર 30 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

જ્યાં સુધી તમે 12 મહિના, 6 મહિના કે પછી 3 મહિનાના કોઇ એડવાન્સ રેન્ટલ પ્લાનને નહીં લો ત્યાં સુધી તમને ડિસ્કાઉન્ટ નહીં મળે. જો તમારે રિન્ટલ ડિસ્કાઉન્ટ જોઇતું હોય તો પહેલાં આમાંથી કોઇ એક પ્લાન પસંદ કરવો પડશે. યાદ રહે કે આ ઑફરનો લાભ માત્ર 31મી માર્ચ સુધી જ મેળવી શકશો.