NIFTY 10,321.75 +12.80  |  SENSEX 33,314.56 +63.63  |  USD 65.1600 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • BSNLએ લોન્ચ કરી અલ્ટ્રા ફાસ્ટ બ્રોડબેન્ડ સર્વિસ

BSNLએ લોન્ચ કરી અલ્ટ્રા ફાસ્ટ બ્રોડબેન્ડ સર્વિસ

 | 6:09 pm IST

વડાપ્રધાનના ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમ સાથે તાલમેળ બેસાડતા ભારત સંચાર નિગમ લિ. (BSNL)એ શુક્રવારે દેશભરમાં અત્યાધુનિક ઓપ્ટિકલ ટ્રાન્સપોર્ટ નેટવર્ક (એનજી-ઓટીએન) લોન્ચ કર્યુ, જે ખુબ જ હાઈ-સ્પીડની બ્રોડબેન્ડ સેવા આપશે.

સંચાર રાજ્યમંત્રી મનોજ સિન્હાએ એનજી-ઓટીએનને લોન્ચ કરતા દેશમાં આધુનિક ટેકનોલોજી સાથે હાઈ-સ્પીડવાળી બ્રોડબેન્ડ સેવા આપવા માટે BSNLના વખાણ કર્યા હતા.

સિન્હાએ કહ્યું કે, સરકાર વર્ષ 2018ના ડિસેમ્બર સુધી 2,50,000 ગ્રામ પંચાયતોમાં બ્રોડબેન્ડ અને 1,00,000 ગામોમાં ઓપ્ટિકલ ફાઈબર બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પહોંચાડવાનું ટાર્ગેટ રાખ્યું છે.

સિન્હાએ કહ્યું કે, એનજી-ઓટીએન દેશના 100 શહેરોમાં ઉપલબ્ધ છે અને આ યોજના પર 330 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

બીએસએનએલના અધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટર અનુપમ શ્રીવાસ્તવે કહ્યું કે, કંપનીએ કુલ 11.5 કરોડ ગ્રાહક છે અને એનજી-ઓટીએન તેમને ખુબ જ હાઈ-સ્પીડની બ્રોડબેન્ડ સેવા આપશે.