BSNL offers 3 GB data per day for less than Rs 250, validity 40 days
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • BSNL 250 રૂપિયાથી ઓછામાં આપે છે દરરોજ 3 GB ડેટા, વેલિડિટી 40 દિવસ

BSNL 250 રૂપિયાથી ઓછામાં આપે છે દરરોજ 3 GB ડેટા, વેલિડિટી 40 દિવસ

 | 9:43 pm IST
  • Share

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ના પ્રીપેઇડ સેગમેન્ટમાં ઘણી પોસાય એવા પ્લાન્સ છે. સરકારી ટેલિકોમ કંપની ઘણીવાર 200 રૂપિયાથી ઓછામાં દરરોજ 3 GB ડેટા ઓફર કરે છે. જો કે બીએસએનએલની સૌથી મોટી ખામી 4જી સેવાઓનો અભાવ છે. આ જ કારણ છે કે બીએસએનએલ જિઓ, એરટેલ અને વોડાફોન આઈડિયા જેવી ખાનગી ટેલિકોમ કંપની કરતાં પાછળ છે. ખાનગી કંપનીઓએ આશરે 400 રૂપિયામાં દરરોજ 3 જીબી ડેટા આપવાની પ્રીપેડ યોજના બનાવી છે. તે જ સમયે બીએસએનએલ આ સુવિધા 250 રૂપિયાથી ઓછામાં આપી રહી છે.

બીએસએનએલનો 247 રૂપિયાની પ્રીપેડ STV

એસટીવી 247 એ બીએસએનએલનો ઉત્તમ પ્રિપેઇડ પેક છે. તે સ્થાનિક અને એસટીડી કોલિંગ માટે અમર્યાદિત ફ્રી મિનિટ્સ પ્રદાન કરે છે. જો કે તેની દરરોજ 250 મિનિટની FUP મર્યાદા છે. ડેટા વિશે વાત કરતાં ગ્રાહકો દરરોજ 3 જીબી ડેટાનો ઉપયોગ કરી શકે છે. દૈનિક ડેટાની મર્યાદા સમાપ્ત થઈ ગયા પછી ઇન્ટરનેટની ગતિ ઘટીને 80KBPS થાય છે. આ સિવાય દરરોજ 100 એસએમએસ પણ મળે છે.

બીએસએનએલના આ પ્રીપેઇડ પેકની માન્યતા 30 દિવસની છે. પરંતુ હાલમાં પ્રમોશનલ ઓફર તરીકે એસટીવી 247ને 40 દિવસની માન્યતા સાથે ઉપલબ્ધ કરાઈ છે. આ રિચાર્જ પેક 40 દિવસ માટે 120 જીબી ડેટા પ્રદાન કરે છે. જ્યારે અન્ય કંપનીઓ આ કિંમતે 50 જીબી કરતા પણ ઓછા ડેટા ઓફર કરી રહી છે. એસટીવી 247 સાથેની આ પ્રમોશનલ ઓફર 30 નવેમ્બર 2020 સુધી માન્ય છે.

એરટેલ, Vi અને જિઓની પ્લાનમાં દરરોજ 3 જીબી ડેટા

રિલાયન્સ જિઓ 349 રૂપિયામાં દરરોજ 3 જીબી ડેટા, જિઓ નેટવર્ક પર અનલિમિટેડ, નોન-જિઓ નેટવર્ક પર દરરોજ 1000FUP મિનિટ અને 100 એસએમએસ આપે છે. આ પેકની માન્યતા 28 દિવસની છે. 398 રૂપિયાનું પેક એરટેલ અને વોડાફોન આઇડિયા (વી) દરરોજ 3 જીબી ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 100 એસએમએસ દરરોજ આપે છે. આ પેકની માન્યતા 28 દિવસની છે.

આ વીડિયો પણ જુઓઃ ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના પ્રવાસે તમિલનાડું પહોંચ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન