NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • BSNLનો ધમાકો- 339 રૂપિયામાં આપશે પ્રતિદિવસે અનલિમિટેડ કોલિંગ સાથે 2GB ડેટા

BSNLનો ધમાકો- 339 રૂપિયામાં આપશે પ્રતિદિવસે અનલિમિટેડ કોલિંગ સાથે 2GB ડેટા

 | 2:36 pm IST

જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની બીએસએનએલ રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે નવો પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીએ 339 રૂપિયામાં 28 દિવસ માટે 2GB 3G ડેટા પ્રતિદિવસે આપવાનો નિર્ણય લીધો છે. તે ઉપરાંત આ પેક પર બીએસએનએલથી બીએસએનએલ નેટવર્ક પર મુફ્ત અનલિમિટેડ કોલની સુવિધા આપવામાં આવી રહી છે. કંપનીએ કહ્યું કે, સ્પેશ્યલ વાઉચર 399 રૂપિયામાં ગ્રાહક બીએસએનએલ નેટવર્ક પર અનલિમિટેડ કોલ કરી શકશે અને સાથે 2 જીબી ડેટા પ્રતિદિવસે વાપરી શકશે. આની વેલિડિટી 28 દિવસની હશે.

જણાવી દઈએ કે, આ પ્લાનમાં બીએસએનએલથી બીએસએનએલ કોલ અનલિમિટેડ હશે પરંતુ અન્ય નેટવર્ક પર 25 મીનિટની પ્રતિદિવસની લીમિટ છે. 25 મીનિટ પછી યુઝર્સને 25 પૈસા મીનિટના દરે ચાર્જ લાગશે. તે પણ જણાવી દઈએ કે, કંપનીને આ પ્લાનને રિલોન્ચ કર્યો છે. અસલમાં 339 રૂપિયાવાળો પ્લાન પહેલા જ લોન્ચ થઈ ચૂક્યો હતો. જેમાં ડેટાને વધારીને રજૂ કરવામાં આવ્યો હતો અત્યાર સુધીમાં આ પેકમાં 28 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને 1 જીબી ડેટા આપવામાં આવતો હતો.

રિલાયન્સ જિયો 31 માર્ચ સુધી 4G ડેટા પ્રતિદિવસે અને બધા જ નેટવર્ક પર અનલિમિટેડ કોલની સુવિધા ફ્રિમાં આપી રહ્યું છે. એક એપ્રિલથી જિયોના ગ્રાહક પ્રાઈમ સેવાનું ઓપ્શન પસંદ કરે છે તે તેમણે 31 માર્ચ 2018 સુધીમાં અનલિમિટેડ ડેટા અને કોલની સુવિધા મળશે. તે માટે તેમણે એક વખત 99 રૂપિયા રજિસ્ટ્રેશન ચાર્જના રૂપમાં અને 303 રૂપિયા પ્રતિમહિને આપવાના રહેશે.