bsnl offers ftth broadband plan with 170gb daily data with 100 mbps
  • Home
  • Technology
  • BSNLએ આપી Jio અને Airtelને ટક્કર, આ પ્લાન હેઠળ 100 Mbpsની સ્પિડ રોજ

BSNLએ આપી Jio અને Airtelને ટક્કર, આ પ્લાન હેઠળ 100 Mbpsની સ્પિડ રોજ

 | 3:52 pm IST

જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની બીએસએનએલએ રિલાયન્સ જિયો GigaFiber અને એરટેલ વી ફાઇબર બ્રોડબેન્ડની FTTH પ્લાનને પડકારવા વપરાશકર્તાઓને ઘણા લાભો આપી રહી છે. આ લાભોમાં વપરાશકર્તાઓ માટે એમેઝોન પ્રાઇમનું મફત સબ્સ્ક્રિપ્શન, 100 એમ.બી.પી.એસ.ની ઝડપથી 170 જીબી દૈનિક ડેટા સહિત અન્ય ઘણી ઓફર્સનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનિય છે કે બીએસએનએલએ તાજેતરમાં તેની FTTH બ્રોડબેન્ડ સર્વિસને ભારત ફાઇબરના નામથી શરૂ કરી છે. બીએસએનએલએ બજારમાં પહેલેથી હાજર એરટેલ વી-ફાઇબરની એફટીટીબી બ્રોડબેન્ડ સેવાને પડકાર આપ્યો છે. તે જ સમયે, રિલાયન્સ જિયો ગિગાફાઇબરની જાહેરાત પણ ગયા વર્ષે કરવામાં આવી હતી, જેમાં કેટલાક શહેરો પરીક્ષણ હેઠળ છે. કેટલાક વપરાશકર્તાઓને રિલાયન્સ જિયો ગિગાફાઇબરની પૂર્વાવલોકન ઓફર તરીકે પણ ઓફર કરવામાં આવી છે. આવો જાણીએ બીએસએનએલની એફટીએચડી બ્રોડબેન્ડ યોજના વિશે.

BSNL FTTH 500GB પ્લાન:

બીએસએનએલના આ એફટીટીએચ બ્રોડબેન્ડમાં વપરાશકર્તાઓને 500 જીબી ડેટાનો લાભ મળે છે. આ કંપનીનો પ્રથમ એફટીએચડી બ્રોડબેન્ડ પ્લાન છે જેમાં વપરાશકર્તાઓને વધુ ડેટા આપવામાં આવે છે. આ યોજનામાં વપરાશકર્તાઓને 50 એમબીપીની ઝડપથી ડેટાનો લાભ મળે છે. 500GB ડેટા પૂર્ણ થઇ જતાં પણ 2 એમબીપીએસની સ્પિડ વપરાશકર્તાઓ અમર્યાદિત ટેડા માટે મળશે. બીએસએનએલ એફટીટીબી 500 જીબી પ્લાન માટે વપરાશકર્તાઓએ દર મહિને 777 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે વાર્ષિક પ્લાન લો તો તમારે 7,770 રૂપિયા ચૂકવવા પડશે, એટલે કે, તમારે બે મહિનાનું માસિક ભાડું ચૂકવવાની જરૂર નથી.

BSNL FTTH 50GB પ્લાન:

વપરાશકર્તાઓને બીએસએનએલના આ એફટીએચડી બ્રોડબેન્ડમાં 50 જીબી દૈનિક ડેટા લાભ મળે છે. આ પ્લાનમાં વપરાશકર્તાઓને 100 એમએમપીએસની ઝડપથી ડેટાનો લાભ મળે છે. જો તમે એક દિવસમાં 50 જીબી ડેટા સમાપ્ત કરો છો, તો તમને 4 Mbps ની ઝડપથી અમર્યાદિત ડેટાનો લાભ મળશે. આ પ્લાનમાં જો તમે વાર્ષિક ચાર્જની ચૂકવણી એક સાથે કરો છો તો તમારે બે મહિનાનું માસિક માસિક ભાડું ચૂકવવાની જરૂર નથી. આ યોજના અંદમાન અને મહારાષ્ટ્ર ટેલિકોમ સર્કલ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન