NIFTY 10,298.75 +15.15  |  SENSEX 33,359.90 +17.10  |  USD 65.1050 +0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • BSNLની આ ધાસૂ ઓફર સાંભળીને લલચાઈ જશે તમારૂ મન

BSNLની આ ધાસૂ ઓફર સાંભળીને લલચાઈ જશે તમારૂ મન

 | 4:53 pm IST

રિલાયન્સ જિયોએ બજારમાં આવ્યા બાદ ટેલિકોમ કંપનીઓ યૂઝર્સને લોભાવવા માટે નવી-નવી ઓફર્સ રજૂ કરી રહી છે. પાછલા દિવસોમાં જિયોએ એરટેલ અને વોડાફોનના ગ્રાહકો માટે સસ્તી ઓફર્સ રજૂ કરી હતી. હવે ભારત સંચાર નિગમ લિમિટેડે પણ એક ધાસૂ ઓફર રજૂ કરી છે. કંપનીઓ પોતાની યૂઝર્સની સંખ્યા વધારવા માટે કંપનીએ આ ઓફર્સ લોન્ચ કરી છે.

બીએસએનએલે નવી ઓફર હેઠળ 7 રૂપિયાના રિચાર્જ પર 60 રૂપિયાનું ટોકટાઈમ આપી રહી છે. તે ઉપરાંત કંપની તરફથી 500MB ડેટા પણ ફ્રિમાં આપવામાં આવી રહ્યો છે. ઓ ઓફર્સની એક મહત્વપૂર્ણ ખાસિયત તે છે કે, આ ઓફર્સની વેલિડિટી 28 દિવસની છે.

અસલમાં દરેક કંપનીઓ હાલમાં પોતાના વર્તમાન ગ્રાહકોને પકડી રાખવા અને નવા કસ્ટમર્સને જોડવા માટે અવનવી ઓફર્સ લોન્ચ કરી રહી છે. બીએસએનએલે આ પ્લાન રિલાયન્સ કોમ્યૂનિકેશન અને ટાટા ડોકોમોના યૂઝર્સને ધ્યાનમાં રાખીને રજૂ કર્યો છે. પાછલા દિવસોમાં એવી ખબર આવી હતી કે, આ બંને કંપનીઓ પોતાની સેવા બંધ કરી રહી છે. ત્યાર બાદ વોડાફોને પણ નંબર પોર્ટ કરાવનાર ગ્રાહકો માટે સ્પેશ્યલ પ્લાન આપવાની જાહેરાત કરી હતી.