BSP Chief Mayawati Blames Congress For Poor Condition Of Migrants
  • Home
  • Corona live
  • માયાવતીએ રાહુલ સહિત આખી કૉંગ્રેસની મજૂરોનાં મુદ્દે કરી જોરદાર ધોલાઈ, બતાવ્યો અરીસો

માયાવતીએ રાહુલ સહિત આખી કૉંગ્રેસની મજૂરોનાં મુદ્દે કરી જોરદાર ધોલાઈ, બતાવ્યો અરીસો

 | 3:26 pm IST

કોરોના વાયરસને ફેલાવાથી રોકવા માટે સરકારે લૉકડાઉનનો સહારો લીધો, પરંતુ આ દરમિયાન પ્રવાસી મજૂરોને થનારી મુશ્કેલીઓને લઇને સરકાર નિશાને આવી રહી છે. શનિવારનાં પૂર્વ કૉંગ્રેસ રાહુલ ગાંધીએ પ્રવાસી મજૂરો સાથેની વાતચીતનો એક વિડીયો પોતાની યૂટ્યૂબ ચેનલ પર અપલૉડ કર્યો. આમાં તેમણે 16 મે 2020નાં સુખદેવ વિહાર ફ્લાયઑવરની પાસે મજૂરોની સાથે કરેલી વાતચીતનાં કેટલાક અંશો બતાવ્યા છે.

કૉંગ્રેસને મજૂરોની ખરાબ દશા માટે ગણાવી અસલી દોષી

બહુજન સમાજ પાર્ટી પ્રમુખ માયાવતીએ આ વિડીયોને નાટક ગણાવ્યું છે. આ સાથે જ પ્રવાસી મજૂરોની દુર્દશા માટે પણ પહેલાની કૉંગ્રેસ સરકારને જવાબદાર ઠેરવી છે. માયાવતીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર અનેક ટ્વીટ કર્યા છે. પહેલા ટ્વીટમાં તેમણે શ્રમિકોની દુર્દશા માટે કૉંગ્રેસને જવાબદાર ગણાવતા લખ્યું છે કે, ‘આજે આખા દેશમાં કોરોના લૉકડાઉનનાં કારણે કરોડો પ્રવાસી મજૂરોની જે દુર્દશા જોવા મળી રહી છે તેનું અસલી જવાબદાર કૉંગ્રેસ છે, કેમકે આઝાદી બાદ તેમને લાંબા શાસનકાળ દરમિયાન જો રોજી-રોટીની યોગ્ય વ્યવસ્થા ગામ/શહેરોમાં કરવામાં આવી હોત તો તેમણે બીજા રાજ્યોમાં સ્થળાંતર ના કરવું પડ્યું હોત?’

રાહુલ ગાંધીનાં વિડીયોને ગણાવ્યું નાટક

તો બીજા ટ્વીટમાં યૂટ્યૂબ પર પબ્લિશ કરવામાં આવેલા વિડીયોને લઇને લઇને માયાવતીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, ‘એ જ રીતે વર્તમાન કૉંગ્રેસી નેતા દ્વારા લૉકડાઉન સંકટનો શિકાર બનેલા શ્રમિકોનાં દુ:ખ વહેંચવા સંબંધિત જે વિડીયો દેખાડવામાં આવી રહ્યો છે એ હમદર્દીવાળો ઓછો અને નાટક વધારે છે. કૉંગ્રેસે જો એ જણાવ્યું હોત કે તેમણે કેટલા લોકોની વાસ્તવિક મદદ કરી તો એ સારું હોત.’

બીજેપી સરકારને પણ આપી શીખામણ

તેમણે આગળ લખ્યું કે, ‘સાથે જ, બીજેપીની કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો કૉંગ્રેસનાં પગલે ના ચાલીને આ બેહાલ ઘર વાપસી કરી રહેલા મજૂરોને તેમના ગામ/શહેરોમાં રોજી-રોટીની યોગ્ય વ્યવસ્થા કરીને આત્મનિર્ભર બનાવવાની નીતિ પર જો અમલ કરે છે તો પછી આગળ આવી દુર્દશા આમણે કદાચ ક્યારેય ના ઉઠાવવી પડે.’ પાર્ટીનાં લોકોને અપીલ કરતા માયાવતીએ લખ્યું કે, ‘બીએસપીનાં લોકોથી ફરી અપીલ છે કે જે પ્રવાસી મજૂરોને તેમના ઘરે પરત ફરવા પર તેમને ગામોથી દૂર અલગ રાખવામાં આવ્યા છે તથા તેમને જરૂરી સરકારી મદદ નથી મળી રહી, એવા લોકોને પોતાના માનીને તેમની માનવીય મદદ કરવાના પ્રયત્ન કરે. અત્યારચારથી પીડિત જ અત્યારથી પીડિતની મદદ કરી શકે છે.”

આ વિડીયો પણ જુઓ: દાહોદમાં અગ્રવાલ સોસાયટીમાં દીપડો ઘૂસ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન