BSP Chief Mayawati Attacks Congress Over 6 MLA's Defection
  • Home
  • Featured
  • પોતાના ધારાસભ્યોને તોડતા ઉકળી ઉઠેલા માયાવતીએ કોંગ્રેસને ગણાવી દગાબાજ, વિશ્વાસધાતી…

પોતાના ધારાસભ્યોને તોડતા ઉકળી ઉઠેલા માયાવતીએ કોંગ્રેસને ગણાવી દગાબાજ, વિશ્વાસધાતી…

 | 2:16 pm IST

રાજસ્થાનમાં બહુજન સમાજ પાર્ટીના તમામે તમામ 6 ધારાસભ્યો સાગમટે કોંગ્રેસમાં શામેલ થઈ જતા માયાવતી બરાબરના ભડક્યા છે. પોતાના ધારાસભ્યોની પાર્ટી બદલવાને લઈને ઉકળી ઉઠેલા માયાવતી કોંગ્રેસ પર વરસી પડ્યાં હતાં. માયાવતીએ કહ્યું હતું કે, કોંગ્રેસ એ પાર્ટીઓને જ હંમેશા એ પાર્ટીઓને જ નુંકશાન પહોંચાડે છે જે તેને જ સમર્થન આપે છે. માયાવતીએ શ્રેણીબદ્ધ ટ્વિટ કરીને કોંગ્રેસ વિરૂદ્ધ જાણીજોઈને ઉકળાટ ઠાલવ્યો હતો.

માયાવતીએ પોતાની ટ્વિટમાં કોંગ્રેસ પર નિશાન તાકતા કહ્યું હતું કે, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીની સરકારે ફરી એકવાર બસપાના ધારાસભ્યોને તોડી ગેર-વિશ્વાસપાત્ર તથા દગાબાજ પાર્ટી હોવાનો પુરાવો આપી દીધો છે. બીએસપી મુવમેન્ટ સાથે આ પ્રકારનો વિશ્વાસઘાત ફરીથી કરવામાં આવ્યો છે જ્યારે બસપા રાજસ્થાનમાં કોંગ્રેસને કોઈ જ શરત વગર બહારથી સમર્થન આપી રહી હતી.

માયાવતીએ કોંગ્રેસ પર તેની મદદ કરનારી પાર્ટીઓને નુંકશાન પહોંચાડવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, કોંગ્રેસ પોતાની કટ્ટર વિરોધી/સંગઠનો સામે લડવાના બદલે દરેક જગ્યાએ એ પાર્ટીઓને જ હંમેશા વિશ્વાસઘાત પહોંચાડવાનું કામ કરે છે જે તેનું જ સમર્થન કરતી હોય છે. કોંગ્રેસ આ રીતે, એસસી, એસટી, ઓબીસી વિરોધી પાર્ટી છે તથા એ વર્ગોને અનામતનો હક આપવા પ્રત્યે ક્યારેય ગંભીર અને ઈમાનદાર નથી.

બસપા સુપ્રીમોએ કોંગ્રેસને આંબેડકર વિરોધી ગણાવતા કહ્યું હતું કે, કોંગ્રેસ હંમેશાથી બાબા આંબેડક્ર તથા તેમનીએ માનવતાવાદી વિચારધારાનો વિરોધ કરતી આવી છે. જેના કારણે જ ડૉ, આંબેડકરને દેશના પહેલા કાયદામંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. કોંગ્રેસે તેમને ના તો ક્યારેય લોકસભામાં ચૂંટાવવા દીધા અને ના તો ભારત રત્નથી સમ્માનિત કર્યા. જે અતિ દુખદ અને શરમજનક છે.

બસપાના તમાન 6 ધારાસભ્યો કોંગ્રેસમાં થયા શામેલ

ગઈ કાલે બસપાના તમામ 6 ધારાસભ્યોએ કોંગ્રેસ જોઈન કરી લીધી હતી. તમામ ધારાસભ્યોએ પાર્ટી છોડતા તેમના પર દળ બદલવાનો કાયદો પણ લાગુ થઈ શકશે નહીં.

આ વીડિયો પણ જુઓ : મા રેવાનાં શરણે મોદી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન