બસપા સુપ્રીમો માયાવતીએ કર્ણાટકમાં હારનું ઠીકરું કૉંગ્રેસ પર ફોડતા કહ્યું કે.... - Sandesh
NIFTY 10,513.85 +83.50  |  SENSEX 34,663.11 +318.20  |  USD 68.3425 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • બસપા સુપ્રીમો માયાવતીએ કર્ણાટકમાં હારનું ઠીકરું કૉંગ્રેસ પર ફોડતા કહ્યું કે….

બસપા સુપ્રીમો માયાવતીએ કર્ણાટકમાં હારનું ઠીકરું કૉંગ્રેસ પર ફોડતા કહ્યું કે….

 | 3:49 pm IST

કર્ણાટકમાં ભાજપની સરકાર બનતા જ વિપક્ષ આક્રમક થઇ ગઇ છે. જો કે બસપા સુપ્રીમો માયાવતી તેની પાછળ કૉંગ્રેસને દોષિત માનતા મતની વહેંચણીને જવાબદાર માની રહી છે. માયાવતીએ કૉંગ્રેસ પર આરોપ મૂકતા કહ્યું કે પોતાની દરેક રેલીમાં કૉંગ્રેસે જેડીએસને ભાજપની ટીમ બી ગણાવી તેનાથી મતની વહેંચણી થઇ અને ભાજપને વધુ મત મળ્યાં.

માયાવતીએ ભાજપ પર પણ પ્રહારો કરતાં કહ્યું કે એક ષડયંત્રની અંતર્ગત ભાજપ સંવિધાનને નષ્ટ કરવા માંગે છે. લખનઉમાં પ્રેસ કોન્ફરન્સ કરીને માયાવતીએ કહ્યું કે બાબા સાહેબ દ્વારા બનાવામાં આવેલ સંવિધાનને નષ્ટ કરવાનું ષડયંત્ર થઇ રહ્યું છે. જ્યારથી ભાજપ સત્તામાં આવ્યું છે ત્યારથી સરકારી મશીનરીનો દુરઉપયોગ કરી રહ્યાં છે. બીએસ યેદિયુરપ્પા સીએમ બનતા માયાવતીએ લોકતંત્ર પર પ્રહારો કર્યા.

સુપ્રીમ કોર્ટ પહોંચ્યો કર્ણાટક વિવાદ
આપને જણાવી દઇએ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બસપાએ જેડીએસની સાથે ગઠબંધન કર્યું હતું જેમાં બસપાને એક સીટ પર જીત પ્રાપ્ત થઇ હતી. ત્યાં કર્ણાટકના રાજકીય સંગ્રામમાં વિવાદ હજુ થોભ્યો નથી. યેદિયુરપ્પાને સીએમ બનાવાની વિરૂદ્ધ લડાઇ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ચૂકી છે.

સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને નોટિસ મોકલી યેદિયુરપ્પા સરકારને શુક્રવાર સવારે સાડા દસ વાગ્યા સુધીમાં ધારાસભ્યોના સમર્થનવાળી યાદી રજૂ કરવાનું કહ્યું છે. ત્યારે કૉંગ્રેસ અને જેડીએસના નેતા મળી વિધાનસભાની બહાર પ્રદર્શન કરી રહ્યાં છે.