BSP leader Jagat Singh Controversial Statement For PM Modi, Vasundhra Raje And Gehlot
  • Home
  • Featured
  • આ નેતા એ PM મોદીને આપી ધમકી: ‘પથ્થરનો જવાબ AK-47થી આપું છું, આવી જાઓ મોદી જી’

આ નેતા એ PM મોદીને આપી ધમકી: ‘પથ્થરનો જવાબ AK-47થી આપું છું, આવી જાઓ મોદી જી’

 | 10:41 am IST

પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહના દીકરા અને બસપા નેતા જગત સિંહ પોતાના એક નિવેદને લઇ વિવાદોમાં ફસાયા છે. જગત સિંહે પીએમ નરેન્દ્ર મોદી, રાજસ્થાનના વર્તમાન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને લઇ આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રામગઢ વિધાનસભા સીટ પરથી બસપાના ઉમેદવાર સિંહે કહ્યું કે તેઓ પથ્થરનો જવાબ એકે-47થી આપે છે. તેની સાથે જ તેમણે પીએમ મોદી, ગેહલોત, અને રાજેનું નામ લેતા કહ્યું કે આવી જાઓ બધાને પેટી પેક કરીને મોકલીશ. જગત સિંહના વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આપને જણાવી દઇએ કે રામગઢ વિધાનસભા સીટ પર પૂર્વમાં બસપા ઉમેદવાર લક્ષ્મણ સિંહના મોત બાદ ચૂંટણી સ્થગિત કરી દેવાઇ હતી. અહીં 28 જાન્યુઆરીના રોજ મતદાન અને 31મી જાન્યુઆરીના રોજ મતગણતરીની તારીખ નક્કી છે. જગત સિંહે 9 જાન્યુઆરીના રોજ અહીં બસપા ઉમેદવાર તરીકે રજીસ્ટ્રેશન કરાવ્યું. કહેવાય છે કે આ વીડિયો રજીસ્ટ્રેશન બાદનો જ છે.

વાયરલ વીડિયોમાં સિંહ કહેતા દેખાય છે કે હું પાછળ હટીશ નહીં. ગોળી ચાલશે તો પહેલી ગોળી મારી છાતીમાં લાગશે. પત્થરનો જવાબ AK-47ની સાથે કરું છું હું. તો આવી જાઓ અશોકજી. આવી જાઓ મોદી જી, આવી જાઓ વસુંધરા જી…બધાને પેટી પેક કરીને મોકલીશું.

‘સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા’
આ વીડિયો સામે આવ્યા બાદ રાજકીય ગલિયારામાં તેના પર ઘમાસણ મચવાનું નક્કી છે. જો કે હજુ કોઇ પાર્ટીની તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી. બીજીબાજુ સોશિયલ મીડિયા પર આ નિવેદનને લઇ આકરી પ્રતિક્રિયાઆ પણ સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન