NIFTY 10,000.25 +35.70  |  SENSEX 32,326.76 +98.49  |  USD 64.4225 +0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • યોગીના CM પદની શપથ લીધાને ગણતરીના કલાકોમાં યુપીમાં બે હાઈપ્રોફાઈલ મર્ડર

યોગીના CM પદની શપથ લીધાને ગણતરીના કલાકોમાં યુપીમાં બે હાઈપ્રોફાઈલ મર્ડર

 | 1:05 pm IST

યોગી આદિત્યનાથે શપથ લીધાના 24 કલાક પણ નહતા થયા અને અલાહાબાદમાં એક હાઈપ્રોફાઈલ હત્યાનો બનાવ બન્યો. બદમાશોએ અલાહાબાદમાં બહુજન સમાજ પાર્ટીના નેતાની ગોળી મારીને હત્યા કરી નાખી. હુમલા બાદ તેઓ ફરાર થઈ ગયા હતાં. મૃતક મોહમ્મદ શમી બ્લોક પ્રમુખ રહી ચૂક્યા છે. વારદાતથી નારાજ સમર્થકોએ અલાહાબાદ-પ્રતાપગઢ રોડ જામ કરી દીધો હતો. અન્ય કેસમાં એક જ્વેલરને આગ્રામાં કોઈએ ગોળી મારીને હત્યા કરી નાખી હોવાનો બનાવ બન્યો છે. પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે અને હત્યારાઓને પકડવા માટે તપાસ ચાલુ છે.

આ ઘટના મઉઆઈમા વિસ્તારની છે. કહેવાય છે કે રવિવારે રાતે પૂર્વ બ્લોક પ્રમુખ શમી પોતાના મિત્રો સાથે ઢાબા પર જમવા માટે ગયા હતાં. જમ્યા બાદ તેઓ પોતાની ઓફિસ જતા રહ્યા અને પછી તેઓ પોતાની કાર તરફ આગળ વધ્યા ત્યારે બદમાશોએ તેમના પર ગોળીઓ વરસાવી હતી. ગોળી લાગતા જ શમી ધડામ દઈને પડી ગયાં અને બદમાશો ફરાર થઈ ગયાં.

મોહમ્મદ શામી વિસ્તારના મોટા નેતા હતા. તેઓ ત્રણવાર મઉઆઈમાના બ્લોક પ્રમુખ રહી ચૂક્યા છે. આ મામલે શમીના પિરવારે મઉઆઈમાના બ્લોક પ્રમુખ સુધીર મૌર્ય સહિત અનેક લોકો વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો ચે. અત્રે જણાવવાનું કે મોહમ્મદ શમી સામે પોલીસમાં અનેક કેસ નોંધાયેલા છે. પોલીસ રેકોર્ડમાં તેઓ એક હિસ્ટ્રીશીટર હતાં. પોલીસના જણાવ્યાં મુજબ 65 વર્ષના શમી વિરુદ્ધ 31 કેસ નોંધાયેલા છે. જેમાં મર્ડર, લૂંટ, જેવા ગંભીર ગુના સામેલ છે.