#Budget 2019: Individual taxpayers having annual income upto 5 lakhs will get full tax rebate
  • Home
  • Budget 2019
  • 5 લાખ નહીં 6.50 લાખ સુધી નહીં લાગે 1 રૂપિયો ટેક્સ, ઇતિહાસમાં પહેલી વખત આટલી મોટી છૂટ

5 લાખ નહીં 6.50 લાખ સુધી નહીં લાગે 1 રૂપિયો ટેક્સ, ઇતિહાસમાં પહેલી વખત આટલી મોટી છૂટ

 | 1:06 pm IST

મોદી સરકારે પોતાના અંતિમ બજેટમાં નોકરિયાત વર્ગ, પેન્શનર્સ, વરિષ્ઠ નાગરિકો અને નાના વેપારીઓને મોટી ગિફ્ટ આપી છે. કાર્યવાહક નાણાંમંત્રી પિયૂષ ગોયલે મોટી ગિફ્ટ આપી છે. આજના અંતરિમ બજેટમાં ગોયલે ટેક્સ ફ્રી ઇનકમની મર્યાદા વધારીને બમણી કરી દીધી. તેની સાથે જ હવે 2.5 લાખ રૂપિયાની જગ્યાએ 5 લાખ રૂપિયાની આવક પર કોઇ ટેક્સ લાગશે નહીં. 

આમ તો પાંચ લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરી દેવાઇ છે પરંતુ જો તમે LIC, મેડિકલ, પીએફમાં રોકાણ કરો છો તો તમારે 6.50 લાખ રૂપિયા સુધી કોઇપણ ટેક્સ આપવો પડશે નહીં. સરળ ભાષામાં કહીએ તો પહેલાં પાંચ લખા રૂપિયા કમાવા પર તમારે 13000 રૂપિયા ટેક્સ આપવો પડતો હતો તે હવે ઝીરો થઇ ગયો છે.

ઇનકમટેક્સ સ્લેબ: 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે

ટેકસેબલ ઇનકમ સ્લેબ ઇનકમ ટેક્સ રેટ
રૂ.0 થી 5 લાખ કંઇ નહીં
રૂ.5,00,001 થી 10,00,000 20%
રૂ.10,00,001 થી ઉપર 30%

 

 ગોયલે કહ્યું કે આ ટેક્સ છૂટનો લાભ 3 કરોડ મધ્યમવર્ગીય કરદાતાઓને મળશે. તેની સાથે જ ગયા બજેટમાં લગાવામાં આવેલા સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા પર 40000 રૂપિયાથી વધારી 50000 રૂપિયા કરી દેવાઇ છે. એટલું જ નહીં બેન્ક અને પોસ્ટ ઓફિસ ડિપોઝીટ પર 10000ની જગ્યાએ 40000 રૂપિયા સુધીનું વ્યાજ ટેક્સ ફ્રી થઇ ગયું છે. રેન્ટલ ઇનકમ પર TDSની મર્યાદાને 1.80 લાખ રૂપિયાથી વધારીને 2.40 લાખ કરી દેવાયું છે.

ઇનકમટેક્સ સ્લેબ: 60 થી 80 વર્ષની ઉંમરના વૃદ્ધો માટે

ટેકસેબલ ઇનકમ સ્લેબ ઇનકમ ટેક્સ રેટ
0 થી 3 લાખ રૂ. કંઇ નહીં
3,00,001 થી 5,00,000 5%
રૂ.5,00,001 થી 10,00,000 20%
રૂ.10,00,001 થી ઉપર 30%


5 થી 10 લાખ રૂપિયા સુધીની આવક પર 20 ટકા ટેક્સ લાગશે અને 10 લાખ રૂપિયાથી ઉપરની આવક પર 30 ટકા ટેક્સ લાગશે. જ્યારે પેન્શનર્સને ટેક્સમાંથી મુક્ત કરી દેવાયા છે.

ઇનકમટેક્સ સ્લેબ: 80 વર્ષથી ઉપરની ઉંમરના વૃદ્ધો માટે

ટેકસેબલ ઇનકમ સ્લેબ ઇનકમ ટેક્સ રેટ
0 થી 5 લાખ રૂ. કંઇ નહીં
રૂ.5,00,001 થી 10,00,000 20%
રૂ.10,00,001 થી ઉપર 30%


પિયૂષ ગોયલે કહ્યું બજેટ રજૂ કરતા કહ્યું કે મધ્યમવર્ગ પર ટેક્સનો બોજ ઘટાડવો હંમેશાથી અમારી પ્રાથમિકતા રહી છે. ગોયલે કહ્યું કે ગયા વર્ષે તમામ IT રિટર્નમાંથી 99.54 ટકાને તત્કાલ કોઇ સ્ક્રૂટની વગર સ્વીકાર કરી લેવાઇ. ટેક્સ કલેકશન વધ્યું છે. રિટર્ન દાખલ કરનારની સંખ્યામાં વધારો થયો છે. અમે રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં ટેક્સપેયર્સના યોગદાન માટે તેમને ધન્યવાદ આપવા માંગીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન