Budget 2019 Live: Finance Minister Nirmala Sitharaman Reach Parliament
  • Home
  • Budget 2019
  • બજેટ 2019 : બજેટમાં ઈન્કમ ટેક્સમાં કોઈ જ લાભ નહીં. પેટ્રોલ-ડીઝલ મોંઘુ થશે

બજેટ 2019 : બજેટમાં ઈન્કમ ટેક્સમાં કોઈ જ લાભ નહીં. પેટ્રોલ-ડીઝલ મોંઘુ થશે

 | 10:37 am IST

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકાર 2.0નું પહેલું બજેટ સંસદમાં વાંચવાનું શરૂ કર્યું. આ વખતે બજેટની કોપી એકદમ અલગ અંદાજમાં જોવા મળી. દર વખતે મોટી બ્રીફકેસમાં જોવા મળતી, આ વખતે નિર્મલા સીતારમણ લાલ રંગના મખમલના કપડાંમાં લઇને મીડિયા સામે આવ્યા. કપડાંની ઉપર ભારત સરકારનું ચિહ્ન પણ હતું. 49 વર્ષ બાદ આજે બજેટની કમાન મહિલાના હાથમાં છે. આની પહેલાં 28 ફેબ્રુઆરી 1970ના રોજ ઇન્દિરા ગાંધીને આ તક મળી હતી. મોદી સરકાર 2.0 આજે પોતાનું પહેલું બજેટ રજૂ કરશે. આ બજેટ નાણાંમંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વમાં રજૂ કરાશે. બજેટ સાથે જોડાયેલા તમામ અપડેટ્સ તમને અહીં મળશે.

– બજેટ પૂર્ણ, સંસદ સોમવાર સુધી સ્થગિત.

– પેટ્રોલ અને ડીઝલ પર વધારાનો 1 ટકા ટેક્ષ લાગુ થશે. ઈલેક્ટ્રિક વાહનોને મળશે પ્રોત્સાહન.

– સોના અને બહુમૂલ્ય ધાતુઓ પર ઉત્પાદન શુલ્ક 10 ટકાથી વધારીને 12.5 કરવામાં આવ્યું.

– મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવા માટે કેટલીક પ્રોડક્ટસ પર કસ્ટમ ડ્યૂટીમાં કરાશે વધારો – નાણાંમંત્રી

– 5 લાખ રૂપિયા સુધીની આવકવાળા લોકોને કોઇ ટેક્સ આપવો જરૂરી નથી. સ્લેબમાં ફેરફાર નથી. રોકાણ પર છૂટ વધી

– બે થી 5 કરોડ રૂપિયા સુધીની આવક ધરાવનારા લોકો પર લાગશે 3 ટકાનો સરચાર્જ- નાણાંમંત્રી

– કેશમાં બિઝનેસ પેમેન્ટને હતોત્સાહિત કરવા માટે લાગશે ટીડીએસ. બેન્કમાંથી એક કરોડ રૂપિયાની ચૂકવણી કરવા પર 2 ટકા ટેક્સ લાગશે

વર્ષમાં 1 કરોડ રૂરિયાથી વધુ રોકડ ઉપાડવા પર 2 ટકા ટીડીએસ લાગશે 

– આઇટી રિટર્ન ફાઇલ કરવા માટે હવે પાનકાર્ડ જરૂરી નથી, આધારકાર્ડથી પણ ભરી શકાશે

– નવું ઘર ખરીદનારને વ્યાજમાં 3.5 લાખની છૂટ

– 45 લાખનું ઘર ખરીદનારને 1.5 લાખ રૂપિયાની છૂટ. 15 વર્ષની હોમલોન હોય તો  7 લાખ રૂપિયાનો લાભ પ્રાપ્ત થશે.

– 400 કરોડના ટર્નઓવરવાળી કંપનીઓને રાહત- 25 ટકા કોર્પોરેટ ટેક્સ

– ઇ-બાઇક ખરીદવા પર ટેક્સમાંથી છૂટ
– ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા પર 12 ટકાના બદલે 5 ટકા ટેક્સ ચૂકવવો પડશે

– ડાયરેકટ ટેક્સ વસૂલી વધીને 11.37 લાખ કરોડ રૂપિયા થયા – નિર્મલા સીતારમણ

– ડાયરેક્ટ ટેક્સ વસૂલીમાં 78 ટકાનો ઉપયોગ થયો છે – નિર્મલા સીતારમણ

– નેત્રહીનો માટે 5 અને 10 રૂપિયાના નવા સિક્કા બનશે – નાણાંમંત્રી

– ઇનકમ ટેક્સ પર બોલવાના છે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ

– બજેટની અગત્યની વાત: એર ઇન્ડિયાને વેચવાની પ્રક્રિયા એક વખત ફરી હશે. ડિસઇન્વેસ્ટમેન્ટ પર સરકારનું મોટુ ફોકસ

– સરકારે 2019-20મા 1 લાખ 5000 કરોડ રૂપિયા ડિસઇન્વેસ્ટમેન્ટથી પ્રાપ્ત કરવાનો લક્ષ્ય રાખ્યો – નાણાંમંત્રી

–  મહાત્મા ગાંધીના મૂલ્યોથી યુવાનોને અવગત કરાવા માટે ‘ગાંધીપીડિયા’ તૈયાર થશે- નાણાંમંત્રી

– મહિલા સ્વયં સહાયતા ગ્રૂપ યોજનાને દેશના દરેક જિલ્લામાં શરૂ કરાશે – નાણાંમંત્રી

– માળખાગત સુવિધાઓના વિકાસ માટે કેન્દ્ર સરકાર આવતા 5 વર્ષમાં 100 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે – નાણામંત્રી

– છેલ્લાં ચાર વર્ષમાં 4 લાખ કરોડ રૂપિયાની એનપીએની રિકવરી કરાઇ છે. છેલ્લાં એક વર્ષમાં એનપીએ ઘટાડીને 1 લાખ કરોડ રૂપિયા રહી ગઇ છે- સીતારમણ

– જળયોજનાથી દર વર્ષે 18341 કરોડ રૂપિયાની બચત – નાણાંમંત્રી

– પારંપરિત પ્રોડક્ટ અને કારીગરોને વૈશ્વિક અર્થતંત્રથી જોડાવા માટે શરૂ થશે મિશન – નાણાંમંત્રી

– 2 ઓક્ટોબર 2019ના રોજ ભાત ખુલ્લામાં શૌચથી મુકત થશે. પીએમ મોદીનું સપનું થશે સાકાર – નાણાં મંત્રી

– આ સરકાર મહિલા આંત્રપ્રિન્યોરશિપને પ્રમોટ કરી રહ્યા છે. મુદ્રા, સ્ટાર્ટઅપ અને સ્ટેન્ડઅપ સ્કીમની અંતર્ગત પ્રાથમિકતા આપવામાં આવી રહી છે – નિર્મલા

– આ ચૂંટણીમાં મહિલાઓને રેકોર્ડ મતદાન કર્યું. 78 મહિલા સાંસદ પસંદ કરાયા છે, જે પોતાનામાં જ એક રેકોર્ડ છે- નિર્મલા સીતારમણ

– ભારતીય સપોર્ટ ધારવતા એનઆરઆઇને આધારકાર્ડ મળશે. પ્રવાસી ભારતીયોને સ્વદેશ વાપસ આવતા જ તત્કાલ આધાર કાર્ડ અપાશે. અત્યાર સુધી 180 દિવસ સુધી રાહ જોવી પડતી હતી – નાણાંમંત્રી

મહિલાઓ માટે ‘નારી તુ નારાયણી’નું સૂત્ર. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું મહિલાઓના વિકાસ વગર કોઇપણ દેશનો વિકાસ થઇ શકતો નથી- નિર્મલા સીતારમણ

– અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર લોકોને 3000 રૂપિયાનું પેન્શન 60 વર્ષની બાદ જ મળશે. અત્યાર સુધીમાં સ્કીમ સાથે 30 લાખ લોકો જોડાયા – નાણાંમંત્રી

– 2 ઓક્ટોબરના રોજ રાજઘાટ પર રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું હશે ઉદ્ઘાટન – નિર્મલા સીતારમણ

– સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમની અંતર્ગત મહિલાઓ, અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને મળશે લાભ 

– સ્વચ્છતા અભિયાનની અંતર્ગત દરેક ગામમાં કચરાના મેનેજમેન્ટની વ્યવસ્થા હશે. 2 ઓક્ટોબર 2014થી અત્યાર સુધીમાં બન્યા 9.6 કરોડ ટોયલેટ – નાણાંમંત્રી

– 1,25,000 કિલોમીટરના રોડ નેટવર્કને પીએમ ગ્રામ સડક યોજનાની અંતર્ગત અપગ્રેડ કરશે – નાણાંમંત્રી

– ગામડાઓ માટે ખાસ યોજના – મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે દેશની આત્મા ગામડાંમાં વસે છે. ગામમાં ગરીબ અને ખેડૂત અમારા માટે કેન્દ્ર બિંદુ છે. 2022 સુધીમાં ગામના દરેક પરિવારની પાસે વીજળી અને રાંધણ ગેસ હશેય 2022 સુધીમાં બધા માટે ઘરનું લક્ષ્ય પૂરું કરાશે.

–  દર વર્ષે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટનું આયોજન થશે. દુનિયાભરમાંથી લોકોને ભારતમાં રોકાણ માટે આમંત્રિત કરાશે- નાણાંમંત્રી

– પીએમ આવાસ યોજનાની અંતર્ગત દેશના દરેક પરિવારને ઘર આપવાનું અમારું લક્ષ્ય છે – નાણાંમંત્રી

– એવિએશન સેક્ટર, મીડિયા, એનિમેશન અને ઇન્શયોરન્સ સેકટરમાં એફડીઆઈને લઇ વિચાર કરાશે- નિર્મલા સીતારમણ

– FDI માટે બજેટમાં ખાસ જોગવાઇ- વીમા પર સો ટકા એફઆઇડી. વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે ખાસ યોજના

– ઇસરો માટે બજેટમાં ખાસ વ્યવસ્થા. અંતરિક્ષ માટે પણ બજેટમાં ખાસ જોગવાઇ – સીતારમણ

– ઉડાન સ્કીમથી સામાન્ય નાગરિક હવાઇ યાત્રાનો લાભ ઉઠાવી રહ્યું છે. લાઇસન્સ અને કોટા રાજના દિવસો હવે ગયા. ઇલેક્ટ્રિક વાહનોને વધારાશે. 300 કિલોમીટર મેટ્રો યોજનાઓને ગયા વર્ષે મંજૂરી. વન નેશન, વન ગ્રિડ બનાવીને સૌને વીજળી આપવાનું લક્ષ્ય

– ભાડાના મકાનોને પ્રોત્સાહન આપવા માટે નવી ભાડુઆત નીતિ લાવવામાં આવશે

– MSMEને 1 કરોડની લોન માત્ર  59 મિનિટમાં મળી જશે

– વારાણસીથી હલ્દિયા જળમાર્ગ 2020 સુધીમાં પૂરો થઇ જશે. નેશનલ હાઇવ ગ્રિડ સરકારની પહેલી પ્રાથમિકતામાં છે

– 300 કિલોમીટરની નવી મેટ્રો લાઇનને મંજૂરી આપી દીધી છે અને ઇલેક્ટ્રિક વાહનોમાં ખાસ છૂટ પણ આપી છે

– સાગરમાલા પ્રોજેક્ટથી નવા બંદરોનો વિકાસ થયો છે

– નવા ઔદ્યોગિક કોરોડિર બનાવાનો લક્ષ્ય. સ્મોલ એન્ડ મિડકેપ ઇન્ડ્સ્ટ્રીઝમાં રોજગાર વધારવા પર જોર

– નાણાંમંત્રીએ બજેટ ભાષણમાં ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટર પર ખાસ જોર આપી રહ્યા છે. નાણાંમંત્રીએ રસ્તા, જળમાર્ગ અને વાયુ માર્ગને મજબૂતી પ્રદાન કરવાના મોદી સરકારના લક્ષ્યોનો ઉલ્લેખ કર્યો.

– 5 વર્ષ પહેલાં ભારત દુનિયાની છઠ્ઠી સૌથી મોટી ઇકોનોમી હતી, પરંતુ હવે આપણે પાંચમાં નંબર પર છીએ. – નાણાંમંત્રી

– કોઓપરેટિવ ફેડરલિઝ્મમાં વિશ્વાસ વધ્યો. જીએસટી દ્વારા આર્થિક અનુશાસનની દિશામાં કામ વધ્યું- નાણાંમંત્રી

– પીએમ નરેન્દ્ર મોદીની પહેલી સરકાર પર્ફોમિંગ ગવર્નમેન્ટ રહી છે. 2014થી 2019 દરમ્યાન અમે કેન્દ્ર અને રાજ્યના સંબંધોને નવી ઊંચાઇઓ આપી – સીતારમણ

– ગરીબ મહિલાઓને રાંધણ ગેસમાં સિલિન્ડર પહોંચાડવામાં આવ્યા અને ખેડૂતોની ચિંતા ગઇ

– છેલ્લાં પાંચ વર્ષમાં અમે દિવાળિયા કાયદા જેવા સુધારા જોયા છે. આ સિવાય સામાન્ય લોકોની ચિંતા માટે પણ યોજનાઓ ચલાવી

– અંતરિક્ષ કાર્યક્રમ, બ્લુ ઇકોનોમી, વોટર મેનેજમેન્ટ, સ્વસ્થ સમાજ અને નાગરિકોને સુરક્ષા જેવા મુદ્દા પણ અમારા ફોકસમાં હશે – નિર્મલા સીતારમણ

– ભૌતિક અને સામાજિક અવસરંચના નિર્માણ, ડિજિટલ ઇન્ડિયા, ગ્રીન ભારત, ચિકિત્સા સાધનો પર જોર, મેક ઇન ઇન્ડિયા પર અમારું ફોકસ હશે- નિર્મલા સીતારમણ

–  સંસદમાં નિર્મલા સીતારમણે શાયરી કહી, ‘યકીન હો તો કોઇ રાસ્તા નિકલતા હૈ, હવા કી ઓટ લેકર ભી ચિરાગ જલતા હૈ’

– દેશની પ્રજાને મોટો જનાદેશ આપ્યો છે. અમારી સરકારે સ્થિર ભારતની કલ્પનાને સાકાર કરીય અમે સશક્ત દેશ માટે મોટો જનાદેશ આપ્યો છે. અમારી સરકારે દેશ માટે સશક્ત નાગરિકના ઉદ્દેશ્યથી પહેલાં કાર્યકાળમાં કામ કર્યું. વેપારનો માહોલ વધુ શ્રેષ્ઠ કરીશું.

– લોકસભામાં બજેટ રજૂ કરતાં નિર્મલા સીતારમણ , કેન્દ્રીય કેબિનેટે બજેટ 2019ને આપી દીધી મંજૂરી

બજેટ પહેલાં શરૂ થઇ કેન્દ્રીય કેબિનેટની મીટિંગ. સંસદ ભવન પરિસરમાં ચાલી રહી છે બેઠક

– બજેટ સત્ર જોવા સંસદ પહોંચ્યા નાણાંમંત્રી નિર્મલા સીતારમણના માતા-પિતા. પહેલી વખત રજૂ કરી રહ્યા છે બજેટ. દેશના પહેલાં પૂર્ણકાલિક નાણાંમંત્રી છે નિર્મલા

– ‘ખાતાવહી’ લઇને સંસદ ભવન પહોંચ્યા નાણાંમંત્રી નિર્મલા સીતારમણ, નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરની સાથે

– બજેટ રજૂ કરતાં પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચી નાણાં મંત્રાલયની ટીમ

– બજેટ નહીં ખાતાવહી : નિર્મલા સીતારમણ બજેટને લાલ રંગના કપડામાં લપેટીને કેમ લઇને આવ્યા તેનું કારણ મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમે જણાવ્યું. તેમણે કહ્યું કે આ ભારતીય પરંપરા છે. આ પશ્ચિમી વિચારોની ગુલામીમાંથી નીકળવાનું પ્રતીક છે. આ બજેટ નહીં ખાતાવહી છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન