#Budget2019: Pradhan Mantri Kisan Samman Nidhi scheme approved For Farmer
  • Home
  • Budget 2019
  • ખેડૂતોને સૌથી મોટી બજેટમાં ગિફ્ટ, 6000 રૂપિયા આ રીતે ખેડૂતોના ખાતામાં થઇ જશે જમા

ખેડૂતોને સૌથી મોટી બજેટમાં ગિફ્ટ, 6000 રૂપિયા આ રીતે ખેડૂતોના ખાતામાં થઇ જશે જમા

 | 11:42 am IST

ચૂંટણી વર્ષમાં યુનિયન બજેટથી સરકારની કોશિષ તમામ વર્ગોને ગિફ્ટ આપીને ખુશ કરવાની છે. ખેડૂતો માટે આ બજેટમાં કેટલીય મોટી જાહેરાત કરવાની આશા કરાઇ રહી હતી. કાર્યકારી નાણાં મંત્રી પિયૂષ ગોયલે ખેડૂતોને નિરાશ ના કરતાં તેમના માટે કેટલીક મોટી જાહેરાતો કરી છે.

ખેડૂતો માટે કિસાન વિકાસ સમ્માન યોજના મળશે. નાના ખેડૂતો જેમની પાસે 2 હેકટર (લગભગ 5 એકર) સુધી જમીનવાળા ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6000 રૂપિયા આવશે. નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને આ રકમ મળી શકશે. તેના માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ અપાશે. મળતી માહિતી પ્રમાણે પહેલો હપ્તો થોડાંક જ સમયમાં એટલે કે ત્રણ સપ્તાહની અંદર જ જમા કરાવાશે. આ નાણાં ત્રણ હપ્તામાં 2000 રૂપિયાના દરે જમા કરાવાશે. કેન્દ્ર સરકારને આ યોજનાથી 75000 કરોડનું ભારણ વધશે.

ત્રણ રાજ્યોમાં મળેલી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદથી જ આશા વ્યકત કરાઇ રહી હતી કે ખેડૂતોને ખાસ ગિફ્ટ આપી મોદી સરકાર ખુશ કરશે. ગોયલે પોતાના બજેટ ભાષણમાં એ પણ કહ્યું કે મોદી સરકારના અંદાજે પાંચ વર્ષમાં ખેડૂતોની આવક લગભગ બમણી થઇ ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન