Budget 2019 Today sports Budget at India
  • Home
  • Sports
  • Cricket
  • બજેટ 2019માં દેશના રમતવીરો માટે પણ સારા સમાચાર, જાણો વિગત

બજેટ 2019માં દેશના રમતવીરો માટે પણ સારા સમાચાર, જાણો વિગત

 | 4:58 pm IST

Budget 2019: નાણા પ્રધાન પીયુષ ગોયલએ આજે લોકસભામાં મોદી સરકારનું વચગાળનું બજેટ રજૂ કર્યું છે. દેશમાં થોડા જ દિવસો પછી લોકસભાની ચૂંટણી થાવાની છે. તેવામાં આ બજેટમાં કેટલીક એવી જાહેર કરવામાં આવી છે તે ખેલ જગતને લગતી છે.

કેન્દ્ર સરકારે લોકસભાની ચૂંટણીઓ પહેલાં તેમનું છેલ્લું બજેટ રજૂ કરી દીધુ છે. છેલ્લા બજેટમાં રમત અને યુવા કાર્યકારી મંત્રાલય માટે સર્વસંમતિથી ચાલુ નાણાકીય વર્ષમાં સુધારેલા અંદાજની તુલનામાં 200 કરોડ રૂપિયા (દસ ટકાથી વધુ) નો વધારો કર્યો છે.

જેમાં ખેલાડીઓને પ્રોત્સાહન અને પુરસ્કારની રકમ તેમજ ભારતીય રમત સત્તાધિકારના બજેટમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

પીટીઆઇના અહેવાલ પ્રમાણે નાણા પ્રધાન પીયુષ ગોયલ દ્વારા લોકસભામાં પ્રસ્તાવિત વચગાળનું બજેટ 2019-20 રજૂ કરતા રમત અને યુવા કાર્યકારી મંત્રાલય માટે રૂ. 2181.90 કરોડની જોગવાઇ કરી છે.

વર્ષ 2018-19 માટે સુધારેલા અંદાજમાં આ રકમ 1981.03 કરોડ રૂપિયા છે. ખેલાડીઓને પ્રોત્સાહન અને પુરસ્કારની રકમ અગાઉના અંદાજપત્રમાં 316.93 કરોડ અને 2017-18માં 299.27 કરોડ રૂપિયા હતી. જે હવે વધારીને રૂ. 411 કરોડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન