સેન્સેક્સમાં હજુ પણ સામાન્ય બજેટના આફટરશોક - Sandesh
NIFTY 10,806.60 +0.10  |  SENSEX 35,556.71 +20.92  |  USD 67.5100 +0.19
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Budget 2018
  • સેન્સેક્સમાં હજુ પણ સામાન્ય બજેટના આફટરશોક

સેન્સેક્સમાં હજુ પણ સામાન્ય બજેટના આફટરશોક

 | 10:43 am IST

 

બજેટ પછી શેરબજારમાં ઘટાડી તરફી ઝોક આજે સોમવારે ખુલતા જ જોવા મળ્યો છે. સેન્સેક્સ 450 પોઈન્ટના કડાકા સાથે 34,616એ ખુલ્યો હતો. જ્યારે નિફટી 10,600ની નીચલી સપાટીએ ખુલ્યો હતો. આ સાથે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 2.75 ટકા ઘટી ગયો હતો. જ્યારે નિફટી મિડ કેપ 100 ઈન્ડેક્સમાં ત્રણ ટકાનો કડાકો બોલાયો છે.

બજેટના દિવસે પણ સેન્સેક્સ 58.36 પોઈન્ટ ઘટી 35,906એ સરકી ગયો હતો. જ્યારે નિફટી 10 પોઈન્ટના ઘટાડે 11,016એ બંધ હતો. રોકાણકારોને બજેટ પ્રત્યે વધારે આશાવાદ ન હતો અને બજેટના દિવસે પણ બજારનો ઘટ્યા મથાળે કામકાજનો આરંભ થયો હતો.

સામાન્ય બજેટમાં  લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેકસ લાદવાની જાહેરાત સાથે શુક્રવારે શેર બજારમાં ભારે કડાકો બોલાયો હતો. જે ગત વર્ષનો સૌથી મોટો કડાકો હતો.