NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • એર ઇન્ડિયા આપી રહ્યું છે 706 રૂ.માં એર ટિકિટ, શું છે શરતો જાણવા કરો ક્લિક

એર ઇન્ડિયા આપી રહ્યું છે 706 રૂ.માં એર ટિકિટ, શું છે શરતો જાણવા કરો ક્લિક

 | 4:17 pm IST

વિસ્તારા, સ્પાઈસજેટ અને ઈન્ડિગો પછી હવે એર ઈન્ડિયા પણ પોતાની નવી મોનસૂન સેલ ઓફર્સ સાથે તમને સસ્તા ફ્લાઈટ્સ આપવા તૈયાર છે. ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે એર ઈન્ડિયાની ટિકિટ 706 રુપિયાથી શરુ થાય છે. એર ઈન્ડિયાના સમર સ્પેશિયલ સેલ અંતર્ગત તમારે 17 જૂનથી 21 જૂન દરમિયાન ફ્લાઈટ બુક કરાવવાની રહેશે. આ ટિકિટ પર 1 જુલાઈથી 20 સપ્ટેમ્બર સુધી પ્રવાસ કરી શકાશે.

એર ઈન્ડિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ અને વેબસાઈટના માધ્યમથી આ જાણકારી આપી છે. આ ઓફર ડોમેસ્ટિક નેટવર્કના અમુક સેક્ટર્સ પર ઉપલબ્ધ છે. એર ઈન્ડિયા પહેલા સ્પાઈસજેટ સ્પાઈસી સમર સેલની જાહેરાત કરી ચુક્યું છે, જેમાં ટિકિટ 799 રુપિયાથી શરુ થાય છે. ઈન્ડિયગો અમુક સેક્ટર્સ પર 899 રુપિયા ટિકિટ આપી રહી છે. આ સિવાય ગોએરની ઓફર્સ પણ 899 રુપિયાથી શરુ થઈ રહી છે. એવિએશન સેક્ટરમાં નવી એન્ટ્રી વિસ્તારાની ઓફર્સ 849થી શરુ થાય છે.

રાષ્ટ્રીય એરલાઈન કંપની એર ઈન્ડિયા હાલમાં ભારે આર્થિક નબળા તબક્કામાંથી પસાર થઈ રહી છે. હાલમાં એરલાઇન પર 52,000 કરોડ રૂ.નું દેવું છે. થોડા દિવસ પહેલાં ચર્ચા ચાલી હતી કે સરકાર એર ઇન્ડિયાને વેચીને તેનું ખાનગીકરણ કરી નાખવા માગે છે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે એરલાઈનનાં કર્મચારીઓએ મેનેજમેન્ટને કરકસર માટેનાં અમુક પગલાં સૂચવ્યાં છે. એર ઇન્ડિયામાં કરકસર કરવા માટે જે સૂચન છે એમાંથી એક છે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર ઈકોનોમી ક્લાસમાં પીરસવામાં આવતા ભોજનમાંથી સલાડ (કચુંબર)ની બાદબાકી. કેબિન ક્રૂ ઈન-ચાર્જે એવું સૂચન કર્યું છે કે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર ઈકોનોમી ક્લાસમાં સલાડનો બહુ વેડફાટ થતો હોય છે. કર્મચારીનું કહેવું છે કે એની ફ્લાઈટમાં માત્ર 20 ટકા પ્રવાસીઓ જ સલાડ ખાતા હોય છે એટલે સલાડ પીરસવાનું બંધ જ કરવું જોઈએ.