બજેટમાં નિરાશા : ૧,૨૭૫ ઊછળી અંતે ૯૮૮ પોઇન્ટ્સનો સેન્સેક્સમાં કડાકો - Sandesh
  • Home
  • Budget
  • બજેટમાં નિરાશા : ૧,૨૭૫ ઊછળી અંતે ૯૮૮ પોઇન્ટ્સનો સેન્સેક્સમાં કડાકો

બજેટમાં નિરાશા : ૧,૨૭૫ ઊછળી અંતે ૯૮૮ પોઇન્ટ્સનો સેન્સેક્સમાં કડાકો

 | 5:52 am IST

બીએસઈમાં કેન્દ્રીય બજેટ ૨૦૨૦-૨૧ માટેનું ટ્રેડિંગ સત્ર હોવાથી બજાર આજે ચાલુ રહ્યું હતું. સેન્સેક્સ શુક્રવારના ૪૦,૭૨૩.૪૯ના બંધથી ૯૮૭.૯૬ પોઈન્ટ (૨.૪૩ ટકા) ઘટયો હતો. સેન્સેક્સ ૪૦,૭૫૩.૧૮ ખૂલી, ઊંચામાં ૪૦,૯૦૫.૭૮ સુધી અને નીચામાં ૩૯,૬૩૧.૨૪ સુધી જઈ અંતે ૩૯,૭૩૫.૫૩ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE)નો નિફ્ટી ઇન્ડેક્સ આજે ૩૦૦.૨૫ પોઇન્ટ કડાકા સાથે ૧૧,૬૬૧.૮૫ ઉપર બંધ થયો હતો. મુંબઈ શેરબજારમાં આજે બજેટના દિવસે રોકાણકારોની લેવાલી અને બાદમાં મોટેપાયે વેચવાલી પણ આવતા દિવસની શરૂઆતમાં સેન્સેક્સમાં ૧,૨૭૫ ઉછળી અંતે ૯૮૮ પોઇન્ટ્સના કડાકો બોલાઈ ગયો હતો અને મંદીનું વાતાવરણ જોવા મળ્યું હતું. શેરબજારની માર્કેટ કેપમાં આજે રોકાણકારોનું રૂ. ૩.૪૬ લાખ કરોડનું ધોવાણ થઈ ગયું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૬ કંપનીઓ વધી અને ૨૪ કંપનીઓ ઘટી હતી. આજે માર્કેટ કેપ રૂ.૧૫૩.૦૪ લાખ કરોડ રહ્યું હતું, જે ગઈ કાલે રૂ.૧૫૬.૫૦ લાખ કરોડ હતું. બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૨.૧૭ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૫૦ ટકા ઘટયા હતા.   સેક્ટરલ ઈન્ડાઇસિસમાં આઈટી ૧.૪૧ ટકા અને રિયલ્ટી ૧.૦૮ ટકા વધ્યા હતા, જ્યારે બેઝિક મટિરિયલ્સ ૩.૦૯ ટકા, સીડીજીએસ ૨.૪૪ ટકા, એનર્જી ૨.૩૩ ટકા, એફએમસીજી ૨.૨૫ ટકા, ફઈનાન્સ ૩.૮૦ ટકા, હેલ્થકેર ૧.૬૦ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૩.૯૪ ટકા, ટેલિકોમ ૦.૦૨ ટકા, યુટિલિટીઝ ૨.૪૧ ટકા, ઓટો ૨.૪૭ ટકા, બેન્કેક્સ ૩.૨૦ ટકા, કેપિટલ ગુડ્સ ૪.૭૯ ટકા, કન્ઝયુમર ડયુરેબલ્સ ૧.૧૯ ટકા, મેટલ ૩.૫૦ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૨.૫૯ ટકા, પાવર ૨.૯૯ ટકા અને ટેક ૭.૮૨ ટકા ઘટયા હતા.

ઈન્ડિયાબુલ્સ અને રિલાયન્સ પાવરને નીચલી સર્કિટ લાગી

એ ગ્રુપની કંપનીઓમાંથી જૈન ઈરિગેશન સિસ્ટમ્સને ઉપલી, જ્યારે ઈન્ડિયાબુલ્સ રીઅલ એસ્ટેટ, મેગ્મા ફ્નિકોર્પ, સોરિલ હોલ્ડિંગ્સ એન્ડ વેન્ચર્સ અને રિલાયન્સ પાવરને નીચલી સર્કિટ લાગી હતી. આજે બી ગ્રૂપની ૧૮ કંપનીઓને ઉપલી અને ૪૪ કંપનીઓને નીચલી સર્કીટ સહિત બધા ગ્રૂપની ૩૪૦ કંપનીમાંથી ૧૩૫ કંપનીઓને ઊપલી અને ૨૦૫ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી. આજ સમાચારો અને સોશિયલ મીડિયામાં સૌથી વધુ ઉલ્લેખ પામેલી સ્ક્રિપ્સમાં આઈડીબીઆઈ બેન્ક, ઈન્ટરગ્લોબલ એવિયેશન, હિન્દુસ્તાન ઝિન્ક, અરિહંત કેપિટલ માર્કેટ્સ અને આઈટીસીનો સમાવેશ થતો હતો.

બીએસઈમાં મોટાભાગના ઇન્ડેક્સમાં નરમાઈ જોવાઈ

બ્રોડ બેઝ્ડ ઈન્ડાઇસિસમાં બીએસઈ સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૨.૪૯ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૨.૬૧ ટકા, બીએસઈ મીડકેપ ૨.૨૧ ટકા, બીએસઈ સ્મોલકેપ ૨.૨૦ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૨.૫૮ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૨.૫૭ ટકા, બીએસઈ ઓલકેપ ૨.૫૭ ટકા અને બીએસઈ લાર્જ ૨.૬૭ ટકા ઘટયા હતા.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સમાવિષ્ટ શેર્સમાં મુખ્યત્વે ટીસીએસ ૪.૧૩ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૧.૯૪ ટકા, નેસલે ઈન્ડિયા ૧.૬૮ ટકા, ટેક મહિન્દ્રા અને ઈન્ફેસિસ ૦.૫૦ ટકા વધ્યા હતા, જ્યારે આઈટીસી ૬.૯૭ ટકા, લાર્સન એન્ડ ટુબ્રો ૫.૯૮ ટકા, એચડીએફ્સી ૫.૮૭ ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૪.૮૩ ટકા અને ઓએનજીસી ૪.૧૮ ટકા ઘટયા હતા.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)નો નિફ્ટી ઇન્ડેક્સ આજે સવારે મજબૂતાઇ સાથે ૧૧૯૩૯.૦૦ પોઇન્ટે ઊંચે ખૂલ્યો હતો. દિવસ દરમિયાન બજેટની જાહેરાતોથી વધીને ૧૨૦૦૦ની સપાટી કુદાવી ૧૨૦૧૭.૩૫ પોઇન્ટ થઇ બાદમાં રોકાણકારોની નવેસરની ભારે વેચવાલીએ ઘટીને ૧૧૬૩૩.૩૦ થઇ દિવસના અંતે ૧૧૬૬૧.૮૫ ઉપર બંધ થયો હતો.

ઈન્ડેક્સ કોલ ઓપ્શનમાં રૂ.૨૦૬.૨૮ કરોડનાં કામકાજ થયાં

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં આજે કુલ રૂ.૫૩૦.૦૧ કરોડનું ટર્નઓવર થયું હતું. કુલ ૩,૧૬૨ સોદાઓમાં ૫,૧૬૮ કોન્ટ્રેક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૧,૬૧,૫૨૮ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. ઈન્ડેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.૩૦૪.૧૩ કરોડના ૨,૯૪૪ સોદામાં ૩,૦૦૮ કોન્ટ્રેક્ટ્સનાં કામકાજ થયાં હતાં. ઈન્ડેક્સ ફ્યૂચર્સમાં ઓપન ઈન્ટરેસ્ટ ૭૦૧ કોન્ટ્રેક્ટ્સ હતા. ઈન્ડેક્સ કોલ ઓપ્શનના ટ્રેડ થયેલા ૧૯૦ સોદામાં ૧,૯૬૬ કોન્ટ્રેક્ટ સાથે રૂ.૨૦૬.૨૮ કરોડનું કામકાજ થયું હતું અને ઈન્ડેક્સ પુટ ઓપ્શનના ટ્રેડ થયેલા ૨૩ સોદામાં ૧૮૯ કોન્ટ્રેક્ટ સાથે રૂ.૧૯.૩૧ કરોડનું કામકાજ થયું હતું.

સોમવારે જાહેર થનારાં કંપનીનાં પરિણામો

સોમવારે જેનાં પરિણામો જાહેર થશે તેમાં એસ્ટ્રાઝેનેકા ફર્મા ઈન્ડિયા, બાયર ક્રોપસાયન્સ, સેન્ચુરી પોલિબોર્ડ્સ (ઈન્ડિયા), દિપક નાઈટ્રેટ, ડો. લાલ પાથલેબ્સ, ગેલેક્સી સફ્ર્ક્ટન્ટ્સ, ગરવારે ટેકનિકલ ફઈબર્સ, ગ્લેક્સો સ્મિથક્લાઈન ફર્માસ્યુટિકલ્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, હનિવેલ ઓટોમેશન ઈન્ડિયા, હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન, કેપીઆર મિલ્સ, મેંગલોર રિફઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફઈનાન્સ, એસઆરએફ, ટાટા કેમિકલ્સ, ઉજ્જીવન ફઈનાન્સિયલ સર્વિસીસ અને વેલસ્પન કોર્પનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન