Budget Session Of Parliament Will Begin On January 31
  • Home
  • Featured
  • સામાન્ય જનતા માટે 1 ફેબ્રુઆરીએ ખુલશે મોદી સરકારનો પીટારો, મળી શકે છે આવી મોટી ભેટ

સામાન્ય જનતા માટે 1 ફેબ્રુઆરીએ ખુલશે મોદી સરકારનો પીટારો, મળી શકે છે આવી મોટી ભેટ

 | 10:26 pm IST

સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. સત્રનો પહેલો દિવસ એટલે કે 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બન્ને સદનને સંબોધિત કરશે. ત્યારબાદ 1 ફેબ્રુઆરીએ નાણાકીય મંત્રી અરૂણ જેટલી છેલ્લું બજેટ રજૂ કરશે.

બતાવવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારનું છેલ્લું બજેટ લોક લોભામણું હોઇ શકે છે. આ લોકસભાનું છેલ્લું સંસદ સત્ર હોઇ શકે છે, કારણ કે એપ્રિલ-મેમાં સામાન્ય ચૂંટણી થઇ શકે છે.

છેલ્લા બજેટમાં આ વર્ષના તમામ ખર્ચાઓની જાણકારી રજૂ કરવામાં આવે છે. આ બજેટ સરકાર માટે ઘણું મહત્વપૂર્ણ છે, કારણ કે ચૂંટણી પહેલા થોડીક લોકપ્રિય જાહેરાતો કરવામાં આવી શકે છે. તે દરમિયાન મીડિલ ક્લાસને રાહત આપવાની સાથે ખેડૂતો સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી શકે છે. જો કે, છેલ્લા બજેટમાં સીમિત સમય માટે જરૂરી સરકારી ખર્ચને અનુમતિ હોય છે અને ત્યારબાદ નવી સરકાર આખું બજેટ રજૂ કરે છે.

ખેડૂતોને મળશે આર્થિક મદદ
છેલ્લા બજેટમાં ખેડૂતો માટે પેકેજની જાહેારાત કરવામાં આવી શકે છે. આ પેકેજ હેઠળ ખેડૂતોને ખેતી કરવા માટે દરેક સીઝનમાં 4000 રૂપિયાની મદદ આપવામાં આવી શકે છે. આ પૈસા સીધા તેમના ખાતામાં આવશે. તેના સિવાય તેમણે 1 લાખ રૂપિયા સુધીનું વ્યાજ રહિત લોન આપવામાં આવી શકે છે. ખેડૂતો સિવાય મોદી સરકાર મીડિલ ક્લાસને મોટી રાહત આપી શકે છે.

અહેવાલોના મતે, આવકમાં છૂટની સીમાને વધારીને 5 લાખ રૂપિયા સુધી વધારી શકાય છે. અત્યારે આ સીમા 2.5 લાખ સુધીની છે. પોતાના કાર્યકાળના છેલ્લા બજેટમાં મોદી સરકાર નારાજ ચાલી રહેલા વેપારીઓને બીમા સ્કીમનો ભેટ આપી શકે છે. સાથે અમુક પ્રોડક્ટ્સ પર કસ્ટમ ડ્યૂટીમાં પણ ફેરફાર થઇ શકે છે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી હાર્યા બાદ કેન્દ્રની બીજેપી સરકાર દબાણમાં છે. ચૂંટણી પરિમાણો બાદ સરકાર આવા ઘણા નિર્ણયો લઇ રહી છે જેનાથી જનતા રાહત મહેસૂસ કરી શકે. જેવી રીતે જૂની પેન્શન સ્કીમને કાઢી નાખવામાં આવી નથી પરંતુ પેન્શન સ્કીમમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. પહેલા પગારની 10 ટકા રકમ સરકાર જમા કરતી હતી અને 10 ટકા કર્મચારી પરંતુ હવે સરકાર પોતાની તરફથી 10 ટકાનું યોગદાન આપશે.

એક દિવસમાં પાછું આવશે રિફંડ
ગત દિવસોમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, નોન ટેક્નિકલ યુનિવર્સિટીના ટીચર્સ અને સ્ટાફને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવ્યો હતો. બુધવારે કેબિનેટની મીટિંગમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેમાં દાવો કરવામાં આવ્યો કે રિફંડ માટે જે મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી તે એક દિવસમાં પાછું આવી જશે. 13 નવી કેન્દ્રિય વિશ્વવિદ્યાલયો માટે બજેટ જાહેર કરવામાં આવ્યું.

ચિદંબરમે રજૂ કર્યું હતું હતું છેલ્લું બજેટ
યૂપીએ 2 સરકારમાં તત્કાલીન નાણાકીય મંત્રી પી. ચિદંબરમે છેલ્લું બજેટ રજૂ કર્યું હતું. તે દરમિયાન તેમણે ઘણી લોભામણી યોજનાઓની જાહેરાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.