કાલે બુધનું રાશિ પરિવર્તન, 'બુધાદિત્ય યોગ'થી 30 દિવસમાં માલામાલ થશે આ 10 રાશિ - Sandesh
NIFTY 10,817.00 +0.00  |  SENSEX 35,260.29 +0.00  |  USD 63.8525 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • કાલે બુધનું રાશિ પરિવર્તન, ‘બુધાદિત્ય યોગ’થી 30 દિવસમાં માલામાલ થશે આ 10 રાશિ

કાલે બુધનું રાશિ પરિવર્તન, ‘બુધાદિત્ય યોગ’થી 30 દિવસમાં માલામાલ થશે આ 10 રાશિ

 | 12:05 pm IST

સમયાંતરે ગ્રહોનું રાશિ પરિવર્તન થતું રહેતું હોય છે જેની સારી અને ખરાબ અસરો 12 રાશિના જાતકોના જીવન પર થતી હોય છે. આવતી કાલે પણ બુધ ગ્રહનું રાશિ પરિવર્તન થશે, આવતી કાલે એટલે કે 14 ઓક્ટોબરે રાત્રે 12 કલાકે બુધ ગ્રહ તુલા રાશિમાં પ્રવેશ કરશે. આ વખતનું બુધનું રાશિ પરિવર્તન ખાસ હશે કારણ કે આગામી 17 ઓક્ટોબરે સવારે 12.50 મિનિટે સૂર્ય પણ તુલા રાશિમાં પ્રવેશ કરશે. આ બંને ગ્રહોના તુલા રાશિમાં પ્રવેશથી ‘બુધાદિત્ય યોગ’ સર્જાશે. આ યોગ આગામી 2 નવેમ્બર સુધી રહેશે. આ સમય એટલે કે બુધાદિત્ય યોગ કઈ કઈ રાશિ માટે શુભ રહેશે તે જાણી લો અને થઈ જાઓ તૈયાર આ યોગના લાભ લેવા માટે.

મેષ રાશિ
બુધાદિત્ય યોગ આ રાશિના સપ્તમ ભાવ પર હશે. બુધની આ સ્થિતી મેષ રાશિ માટે સારી નહીં નીવડે. જેના કારણે 2 નવેમ્બર સુધી પરિવારમાં ક્લેશ વધી શકે છે. વળી સૂર્યના કારણે ક્રોધમાં પણ વધારો થશે. આ રાશિના જાતકોએ મોટા નુકસાનથી બચવા માટે સૂર્ય-બુધને પ્રસન્ન કરવાના ઉપાય કરવા.

વૃષભ રાશિ
બુધાદિત્ય યોગ ષષ્ટમ ભાવમાં બને છે. બુધની આ ભાવની હાજરી વૃષભ રાશિના જાતકોને લાભ કરાવશે તો વળી સૂર્ય થોડા અશુભ સંકેત પણ આપે છે. પરંતુ સાથે જ સૂર્ય આ રાશિના જાતકોને શક્તિ પણ પ્રદાન કરશે. આ યોગ દરમિયાન કોઈ સારા સમાચાર મળી શકે છે.

મિથુન રાશિ
બુધ અને સૂર્ય આ રાશિના પંચમ ભાવમાં પ્રવેશ કરશે. આ રાશિ માટે પણ બુધાદિત્ય યોગ મીશ્ર પરિણામ આપશે. બાળકો અને પરિવાર સાથે નીકટના સંબંધો બંધાશે પરંતુ આર્થિક પક્ષ નબળો પડી શકે છે. આ સમય દરમિયાન માનસિક અશાંતિ વધી શકે છે.

કર્ક રાશિ
કર્ક રાશિના ચતુર્થ ભાવમાં બનતો બુધાદિત્ય યોગ લાભકારક જણાય છે. 14 ઓક્ટોબરથી જ કર્ક રાશિના જાતકો માટે ખુશીઓનો ખજાનો ખુલી જશે. જો કે આ સમય દરમિયાન માતાનું વિશેષ ધ્યાન રાખવું.

સિંહ રાશિ
સૂર્ય સિંહ રાશિનો સ્વામી ગ્રહ છે અને બુધ તેનો મિત્ર ગ્રહ છે. તો આ બુધાદિત્ય યોગ સિંહ રાશિ માટે પણ સુખદ નીવડશે. આર્થિક મદદ પણ મળી શકે અને ઓફિસમાં પણ સારો સમય આવશે. જો કુંડળીમાં સૂર્ય મજબૂત હશે તો પ્રમોશન અને પગારમાં વધારો પણ થઈ શકે છે.

કન્યા રાશિ
આ રાશિના દ્વિતીય ભાવમાં બુધાદિત્ય યોગ બનશે. બુધ આ ભાવમાં કન્યા રાશિના જાતકોને લાભ કરાવશે, આ યોગથી સૌથી વધારે લાભ વિદ્યાર્થી વર્ગને થશે. પરંતુ સૂર્ય કન્યા રાશિના આ ભાવમાં આવી જાતકના ક્રોધમાં વધારો કરી શકે છે. જેના કારણ સંબંધો બગડી શકે છે.

તુલા રાશિ
આ રાશિમાં સર્જાતો બુધાદિત્ય યોગ તુલા રાશિના જાતકો માટે આર્થિક સમસ્યાઓ લઈને આવી શકે છે. પરંતુ સૂર્યની સારી અસરના કારણે સમય સરળતાથી પસાર પણ થઈ જશે. આ રાશિના જાતકોને અકારણ ખર્ચ અને માનસિક તાણ સહન કરવી પડે તેમ જણાય છે.

વૃશ્ચિક રાશિ
આ રાશિના બારમા ભાવમાં બુધાદિત્ય યોગ સર્જાય છે જેની અસર સ્વાસ્થ્ય પર થઈ શકે છે. આ સમય દરમિયાન અચાનક તબીયત લથડવી અને ધનનો વધારે પડયો વ્યય થઈ શકે છે. આ સમય દરમિયાન ક્રોધ વધે અને સ્વભાવ પણ ચીડિયો થશે.

ધન રાશિ
ધન રાશિના જાતકોને આ સમય દરમિયાન લાભ થઈ શકે છે. કારણ કે બુધાદિત્ય યોગ આ રાશિના 11માં ભાવમાં બની રહ્યો છે જે શુભ ગણાય છે. આ સમયે ધન રાશિના જાતકોનું ભાગ્ય તેની ચરમસીમાએ હશે. આ રાશિના જાતકો ધારી સફળતા આ સમય દરમિયાન પ્રાપ્ત કરી શકશે.

મકર રાશિ
આ રાશિના 10માં ભાવમાં બનતા બુધાદિત્ય યોગથી આ જાતકોને સરકારી પક્ષમાં લાભ થશે. લાંબા સમયથી અટકેલા કાયદાકિય મુદ્દાનું નિરાકરણ આવશે. જમીન-મકાનની લે-વેંચ સરળતાથી થઈ શકશે. ટુંકમાં આ સમય મકર રાશિને પણ લાભ કરાવશે.

કુંભ રાશિ
બુધાદિત્ય યોગ આ રાશિના નવમા સ્થાને બની રહ્યો છે. આ યોગ કુંભા રાશિ માટે શુભ નહીં ગણાય. કુંભ રાશિના જાતકોના પિતાના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે અથવા મતભેદ સર્જાશે. આ મતભેદ લાંબા સમય સુધી ચાલશે. જો કે આ યોગ તમારી આર્થિક સ્થિતીને મજબૂતી પણ આપશે.

મીન રાશિ
બુધાદિત્ય યોગ મીન રાશિના આઠમા ભાવમાં બનશે. બુધના આ સ્થાનમાં આવવવાથી આર્થિક લાભ થશે અને કોઈ જગ્યાએ અટકેલા નાણા પણ પરત મળશે. જો કે સૂર્ય તમારા ક્રોધ અને અભિમાનમાં વધારો કરી શકે છે જેનાથી બચીને રહેવું.