Buffalo used its Intelligence for Drinking Water Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • ભેંસે કર્યો બુદ્ધિનો જબરદસ્ત ઉપયોગ, વીડિયો જોઈ તમે પણ ચોંકી જશો

ભેંસે કર્યો બુદ્ધિનો જબરદસ્ત ઉપયોગ, વીડિયો જોઈ તમે પણ ચોંકી જશો

 | 6:53 pm IST

પૃથ્વી પર મનુષ્ય સતત એક સારા જીવનના અસ્તિત્વની શોધ કરતો હોય છે. માનવીએ સાબિત કર્યું છે કે એવું કંઈ નથી જે એ ના કરી શકે. પરંતુ ઘણી વખતે એવું બનતું હોય છે કે માત્ર મનુષ્ય જ નહીં પરંતુ અન્ય પ્રાણી અથવા જીવ પણ કંઈક એવું કરી બતાવે છે જે સૌને આશ્ચર્યમાં મૂકી દે છે. જી હાં, એવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જે ખૂબ ચોંકાવનારો છે.

આ વીડિયો એક ભેંસનો છે જેમાં તીવ્ર બુદ્ધિનો ઉપયોગ જોવા મળી રહ્યો છે. આ વીડિયો ક્યાંનો છે તે વિશે હાલ કોઈ ચોક્કસ માહિતી નથી. પરંતુ આ વીડિયોને જોઈ લોકો ભેંસની બુદ્ધિ અને સમજણના જોરદાર વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ચાર-પાંચ ભેંસો કાળઝાળ ગરમીમાં પાણીની શોધ કરી રહી છે અને શોધ કરતા એક હેન્ડપંપ પાસે પહોંચે છે. જેની હાલત એકદમ દુર્બળ છે. પરંતુ તેમ છતા એક ભેંસ હેન્ડપંપને પોતાના શિંગડા વડે હલાવે છે અને પાણી પીવે છે અને અન્ય ભેંસોને પણ પાણી પીવડાવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે અને લોકો આને ખૂબ પસંદ કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન