NIFTY 9,511.40 -63.55  |  SENSEX 30,958.25 +-179.96  |  USD 64.5250 +0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં આ બિલ્ડરે એક જ ફ્લેટ ઘણાં લોકોને વેચ્યો!

અમદાવાદમાં આ બિલ્ડરે એક જ ફ્લેટ ઘણાં લોકોને વેચ્યો!

 | 11:04 am IST

લોકોના ઘરના ઘરના સપનાંને રોળી નાખનાર સ્તવન અર્ટિંગાના બિલ્ડરની ફરિયાદ રદ કરવાની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટે અરજી ફગાવતા એવી ટકોર કરી હતી કે સામાન્ય માણસ આખા જીવનની મુડી અને મહેનત દાવ પર લગાવીને ઘર ખરીદે છે તેવા લોકોના જીવન સાથે રમત કરવાનો બિલ્ડરને કોઇ અધિકાર નથી. બિલ્ડરે લોકોના નાણા પરત કરવા ખાતરી આપી છતા કોર્ટે તેની ફરિયાદ રદ કરવા ઇન્કાર કર્યો હતો.

સમભાવ ગ્રુપના સ્તવન અર્ટિંગાના બિલ્ડર મિહિર દેસાઇએ તેની સામેની છેતરપિંડીની ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં પીટીશન કરી હતી. તેણે એવી રજુઆત કરી હતી કે લોકોના નાણા તે પરત આપવા તૈયાર છે. પરતું કોર્ટે એવી ટકોર કરી હતી કે સામાન્ય માણસના આખા જીવનની મુડી ખર્ચવામાં આવે ત્યારે ઘરનું ઘર બને છે સામાન્ય માણસના સપના સાથે છેતરપિંડી કરનારની સામેથી ફરિયાદ રદ કરી શકાય નહી. સીમા હોલ પાછળ આવેલી સ્તવન અર્ટિંગા નામના ફલેટની સ્કીમ સમભાવ  ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બિલ્ડર મિહિર દેસાઇએ બનાવી છે.

આ સ્કીમમાં ૧૨૦ ફલેટ ધારકો છે પરતું એકનો એક ફલેટ ઘણા લોકોને વેચવા અંગે ફલેટધારકોએ આનંદનગર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે મિહિર દેસાઇ અને તેના પત્ની સામે આનંદનગર અને નવરંગપુરા પોલિસ સ્ટેશનમાં બે એફઆઇઆર કરવામાં આવી છે.  તો બીજી તરફ બિલ્ડરે જ કમ્પાઉન્ડ વોલ તોડી નાખતા વિવાદ  સર્જાયો હતો. સોસાયટી અને બિલ્ડર વચ્ચે છેલ્લા ઘણા સમયથી  માથાકૂટ ચાલી રહી હતી. કમ્પાઉન્ડ વોલ તોડવાનો વિરોધ કરતી  સોસાયટીની મહિલાઓને સમભાવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બિલ્ડર મિહિર  દેસાઇ અને તેમના સાગરીતો જેમ ફાવે તેમ બોલ્યા હતા.