ભવન નિર્માણની યોજના બનાવવાના સમયે ચારે તરફ ખુલ્લી જગ્યા છોડવી - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • ભવન નિર્માણની યોજના બનાવવાના સમયે ચારે તરફ ખુલ્લી જગ્યા છોડવી

ભવન નિર્માણની યોજના બનાવવાના સમયે ચારે તરફ ખુલ્લી જગ્યા છોડવી

 | 12:11 am IST

વાસ્તુશાસ્ત્ર

પૂર્વ દિશાને વધુ ખુલ્લી રાખવાથી સવારના સૂર્યના વધુમાં વધુ કિરણો ઘરમાં આવે તથા પૂર્વની અપેક્ષાએ પશ્ચિમમાં ઓછી ખુલ્લી જગ્યા રાખવી જોઈએ. આ રીતે ઉત્તરમાં વધુ ખુલ્લી જગ્યા છોડવી જોઈએ તો દક્ષિણમાં પ્રમાણમાં ઓછી છોડવી જોઈએ.

જો ભવન બે માળનું હોય તો પૂર્વની તરફ અને ઉત્તર દિશામાં ભવનની ઊંચાઈ ઓછી રાખવી જોઈએ. ભવનોમાં ઉઘાડી છત ઉત્તર અને પૂર્વમાં રાખવી જોઈએ.

ઉત્તર પૂર્વમાં દરવાજા અને બારીઓ વધારે હોવી જોઈએ અને એને સમસંખ્યામાં રાખવી જોઈએ. જેમ કે બે-ચાર-છ-આઠ, પરંતુ છેલ્લો આંકડો શૂન્ય ન હોય. જેમ કે દસ, વીસ વગેરે. ઉત્તર પૂર્વની તરફની કંપાઉન્ડ વોલ બહારની દીવાલ નીચી રાખવી જોઈએ. પશ્ચિમ અને દક્ષિણમાં બારીનો નાની-નાની તથા ઓછી રાખવી જોઈએ. દક્ષિણ અને પશ્ચિમમાં મોટી દીવાલ બનાવવી જોઈએ.

ભવનના મુખ્ય દ્વાર પર માંગલિક ચિન્હ જેવાં કે સ્વાસ્તિક, ૐ, મીન (માછલી) વગેરે બનાવવા જોઈએ. કંપાઉન્ડ ગેટ મુખ્ય માર્ગની સ્થિતિ પર નિર્ભર કરે છે, પરંતુ વાસ્તુ સિદ્ધાંતના આધાર પર ગેટની સ્થિતિ આ પ્રમાણે ઉચિત રહે છે.

જો ભૂખંડ પૂર્વાન્મુખી હોય તો ગેટ ઉત્તર-પૂર્વ દિશામાં સારો માનવામાં આવે છે. કારણ કે ઉત્તર-પૂર્વ (ઈશાનક્ષેત્ર) પૂર્વ દિશામાં ઉચ્ચ માનવામાં આવે છે.

જો ભવન દક્ષિણ મુખ્ય માર્ગ પર આવેલ હોય તો કંપાઉન્ડ ગેટ દક્ષિણ-પૂર્વ તરફ દક્ષિણ દિશાની તરફ રાખવો જોઈએ અને જો ભવન પશ્ચિમ દિશા માર્ગ પર હોય તો કંપાઉન્ડનો મુખ્ય દરવાજો પશ્ચિમમાં કે ઉત્તર-દક્ષિણમાં પશ્ચિમ દિશા તરફ રાખવો જોઈએ. કારણ કે દક્ષિણ-પશ્ચિમમાં ગેટ રાખવો શુભ માનવામાં નથી આવતો. જો ભવન ઉત્તર દિશામાં હોય તો મેન ગેટ ઉત્તર પૂર્વમાં ઉત્તરની તરફ જ બનાવવો કારણ કે આ ઉચ્ચ સ્થાન છે.

ઉત્તર પૂર્વ ભૂખંડમાં ઉત્તર દિશામાં પૂર્વના તરફનો ગેટ બનાવો અને એને ઉત્તર પૂર્વમાં પૂર્વની તરફ રાખી શકો છો. ઉત્તર પશ્ચિમના ભૂખંડના કંપાઉન્ડનો ગેટ પશ્ચિમ તરફ રાખો. તથા દક્ષિણ-પૂર્વમાં પૂર્વ તરફ રાખો. દક્ષિણ-પૂર્વ ભૂખંડના કંપાઉન્ડ ગેટને ઉત્તર-પૂર્વ દિશામાં બનાવવો ઉચિત હશે. ભવનમાં પ્રવેશ દ્વાર મહત્ત્વપૂર્ણ મનાય છે. એથી એની સ્થાપના વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત અનુસાર કરવી જોઈએ.

પૂર્વોન્મુખી ભવનમાં મુખ્ય દ્વાર ઉત્તર-પૂર્વમાં પૂર્વ દિશામાં સ્થાપિત કરો તથા ઉત્તરોન્મુખી ભવનમાં દ્વાર ઉત્તર-પૂર્વમાં ઉત્તર દિશામાં સ્થાપિત કરો. ભવનમાં પશ્ચિમોન્મુખી દ્વાર ઉત્તર-પશ્ચિમ દિશામાં બનાવો તથા દક્ષિણ દિશાની તરફ ભવન થવા પર ગૃહ પ્રવેશ દ્વાર દક્ષિણ-પૂર્વમાં દક્ષિણ દિશાની તરફ બનાવો. ઉત્તર પૂર્વ દિશામાં ભવન હોવા પર પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં ઉત્તર-પૂર્વની તરફ બનાવો. તથા દક્ષિણ-પશ્ચિમ ભવનમાં મુખ્ય દ્વાર પશ્ચિમ કે ઉત્તર-પશ્ચિમમાં કે દક્ષિણમાં, દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવું જોઈએ તથા ઉત્તર-પૂર્વ ભવનમાં જો માર્ગ ઉત્તર કે પૂર્વમાં હોય તો પ્રવેશદ્વાર ઉત્તર-પૂર્વમાં પૂર્વ દિશા તરફ બનાવો.

ઉત્તર પશ્ચિમોન્મુખી ભવનમાં જો માર્ગ ઉત્તર અને પશ્ચિમની તરફ હોય તો પ્રવેશદ્વાર ઉત્તર-પૂર્વમાં ઉત્તર દિશાની તરફ બનાવો. તથા દક્ષિણ-પશ્ચિમોમુખી ભવનમાં જો માર્ગ દક્ષિણ અને પશ્ચિમ દિશાની તરફ હોય તો પ્રવેશ દ્વાર ઉત્તર-પશ્ચિમમાં પશ્ચિમ દિશામાં બનાવો. પૂર્વ-દક્ષિણોન્મુખી ભવન હોવા પર જો માર્ગ દક્ષિણ કે પૂર્વ દિશામાં હોય તો ભવનનું પ્રવેશદ્વાર ઉત્તર-પૂર્વમાં પૂર્વ દિશાની તરફ બનાવવું. મુખ્ય દ્વાર જો વાસ્તુના ઓછી પહોળાઈવાળા ભાગમાં હોય તો શુભ મનાય છે, વિપરીત દિશામાં દ્વાર બનાવવાનું શુભ નથી મનાતું. પ્રવેશદ્વાર અંદરની બાજુ ખૂલવું જોઈએ. જો પ્રવેશ દ્વાર બે પલ્લા (ભાગનો) હોય તો ઉત્તમ મનાય છે તથા દરવાજા સમકોણમાં સ્થાપિત હોવા જોઈએ. દરવાજા જાતે ખૂલતા બંધ થતા ન હોવા જોઈએ તથા તેને ખોલતાં કે બંધ કરતી વખતે અવાજ આવવો ન જોઈએ.

ભવનના નિર્માણની સામગ્રી (વસ્તુઓ) એકદમ નવી લાવવી જોઈએ તથા મુખ્ય ભવનની પાસે ચાર દીવાલોની અંદર બગીચો ઉત્તર-પૂર્વ (ઈશાન) કે ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) ક્ષેત્રમાં હોવો જોઈએ. એમાં વધુ ગાઢ તથા ઊંચા વૃક્ષ આ તરફ ઈશાન અને વાયવ્ય ક્ષેત્રમાં લગાવવા જોઈએ નહીં. એટલું જ નહીં વેલા-વેલીઓ પણ લગાવવી નહીં. ઊંચા અને ગાઢ વૃક્ષો દક્ષિણ નૈઋત્ય (દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમી) ભાગમાં લગાવવા યોગ્ય છે. પ્રાતઃકાલીન સૂર્યના કિરણો અને શુદ્ધ વાયુથી વંચિત ભવન સારું નથી હોતું. કારણ કે ઈશાન (ઉત્તર પૂર્વ) ક્ષેત્રને વાસ્તુ વિજ્ઞાનમાં સૌથી પવિત્ર ક્ષેત્ર માનવામાં આવે છે. તેથી આ ક્ષેત્રને બધા પ્રકારે શુદ્ધ રાખવું જોઈએ તથા શક્ય આ ક્ષેત્રને ખાલી પણ રાખી શકો છો. અનુભવથી એવું જોવામાં આવ્યું છે કે આ ક્ષેત્રને અશુદ્ધ રાખવાથી માનસિક તાણ, આર્થિક તંગી અને શારીરિક કષ્ટ પડે છે.

મુખ્ય દ્વાર અને અન્ય દરવાજામાં એક ઉપર બીજો દરવાજો બનાવવો નહીં. જો એમ બનાવવાના સંજોગો પેદા થાય તો ઉપરના દરવાજાની ઊંચાઈ થોડી ઓછી કરી લેવી તથા ઘરના તમામ દરવાજા અને બારીઓ એક જ ટોચમાં રાખવી જોઈએ. એની સંખ્યા પણ સમ હોવી જોઈએ.

[email protected]