bulandshahr-violence-cow-fir-details-7-muslims-2-is-minor
  • Home
  • Featured
  • બુલંદશહર હિંસા: ગૌહત્યા પર પોલીસ FIRમાં 7 મુસ્લિમોના નામ, 2 સગીર, 5 ગામમાં જ નહોતા

બુલંદશહર હિંસા: ગૌહત્યા પર પોલીસ FIRમાં 7 મુસ્લિમોના નામ, 2 સગીર, 5 ગામમાં જ નહોતા

 | 4:21 pm IST

કથિત ગોહત્યાના શકમાં ભડકેલી હિંસામાં ઉત્તર પ્રદેશના બુલંદશહર જિલ્લામાં સોમાવારે એક પોલીસ અધિકારી અને એક સામાન્ય નાગરિકનું મોત થઈ ગયું હતું. યુપી પોલીસે ગોહત્યા મામલામાં જિલ્લાના નયાબાંસ ગામના 7 મુસ્લિમો વિરૂદ્ધ FIR નોંધી છે. 7માંથી બે સગીર હોવાનું કહેવામા આવી રહ્યું છે જેમની ઉંમર 11 અને 12 વર્ષ છે. ગામમાં લોકો અને સ્થાનિક પોલીસકર્મીઓ અનુસાર, સગીરોને છોડીને બાકીના 5 લોકો ઘટના ઘટી તે દિવસે ગામમાં નહતા.

સોમવારે ભીડની હિંસામાં જીવ ગુમાવનાર પોલીસ ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહની હત્યાનો મામલામાં નોંધાયેલ એક અલગ એફઆઈએરમાં બજરંગ દળનો જિલ્લા પ્રમુખ અને મુખ્ય આરોપી યોગેશ રાજના નિવેદનના આધારે જ ફરિયાદ નોંધવામા આવી હતી.

સગીરના માતા-પિતા અને સંબંધીઓનું કહેવું છે કે, એફઆઈઆરમાં નોંધાયેલ આરોપીઓની શોધમાં પોલીસ તેમના ઘરે આવી અને પ્રાથમિક પૂછપરછ બાદ બાળકો સાથે તેના સંબંધીને પણ પોતાના સાથે લઈને જતી રહી હતી. તે સંબંધીએ કહ્યું કે, પોલીસ મને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને મને લગભગ ચાર ક્લાક સુધી ત્યાં બેસાડી રાખ્યો. પોલીસે મારૂ નામ અને ફોન નંબર લખી લીધો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર, એક નાબાલિકે જણાવ્યું કે, અમે ત્યાં વધારે વાત કરી શક્યા નહતા, મને સારૂ લાગી રહ્યું નહતું, હું ક્યારેય પોલીસ સ્ટોશનની અંદર ગયો નહતો. સગીરે જણાવ્યું કે, જ્યારે મારા કાકાએ કહ્યું કે, મારી ઉંમર 18 વર્ષથી ઓછી છે તો તેમને મારી ઉંમર તપાસવા માટે આધાર કાર્ડની માંગણી કરી.

બુલંદશહરના એસએસપી કૃષ્ણા બી સિંહ આ મામલા પર બોલવાથી ઈન્કાર કરી દીધું હતુ અને કહ્યું કે, અમે તથ્યોની તપાસ કરી રહ્યાં છીએ.

એફઆઈઆરમાં નોંધાયેલ નામમાં પ્રથમ નામ સુદેફનો છે. ગામવાળાઓના જણાવ્યા અનુસાર, અહી આ નામનો કોઈ વ્યક્તિ ક્યારેય રહ્યો જ નથી. બીજો નામ ઈલ્યાસનો છે. આ નામના બે વ્યક્તિઓ આ ગામમાં રહે છે પરંતુ બંને લગભગ 15 વર્ષ પહેલા પોતાના પરિવાર સાથે નોકરીની શોધમાં બહાર ચાલ્યા ગયા અને હાલમાં એનસીઆરમાં રહી રહ્યાં છે. એફઆઈઆરમાં ત્રીજું નામ શરાફતનું છે જે લાંબા સમયથી હરિયાણાના ફરિદાબાદમાં રહી રહ્યો છે.

આ ગામના સૈફુદ્દીન અને પરવેજનું નામ પણ એફઆઈરમાં સામેલ છે જોકે, બંને શનિવારે ગામથી 45 કિલોમીટર દૂર ઈઝ્તેમામાં સામેલ થવા માટે ગયા હતા અને ઘટના સમય સુધી ત્યાંથી પરત ફર્યા નહતા બંને પરિવારોએ પુરાવાના રૂપમાં ઈઝ્તેમાના ફોટોગ્રાફ અને વીડિયો પણ પોલીસને સોંપ્યા છે.

આ વચ્ચે આ મામલામાં એકમાત્ર ફરિયાદકર્તા યોગેશ રાજ દ્વારા કરાયેલ નિવેદનની પુષ્ટી થઈ શકી નથી. રાજે કહ્યું હતુ કે, સોમવારની સવારે 9 વાગે પોતાના ત્રણ દોસ્તો સાથે ગામમાંથી ફરવા માટે નિકળ્યો હતો. બજરંગ દળ જિલ્લાના અધ્યક્ષ યોગેશ રાજ અનુસાર, પડોશી ગામ મહાવના જંગલવાળા વિસ્તારમાં તેને જોયું કે, 7 લોકો ગૌહત્યા કરી રહ્યાં છે. જ્યાર સુધી અમે કઈ કરી શકીએ તે પહેલા જ તેઓ ફરાર થઈ ગયા હતા. યોગેશ રાજેએ કહ્યું કે, તેઓ બધા જ પડોશના ગામના લોકો હતો.

જોકે યોગેશ રાજની બહેનને આ વિશે પૂછવામા આવ્યું તો તેને પોતાના ભાઈથી એકદમ ઉંધી જ વાત કહી હતી. સુમન માથુરે કહ્યું કે મહાવ ગામના કોઈ વ્યક્તિએ કોલ કર્યો હતો, ત્યાર બાદ તે ઘરેથી નિકળ્યો હતો. બહેન સુમન અનુસાર, તે પોલીસ સ્ટેશન પણ ગયો હતો પછી કોલેજ પરીક્ષા માટે તે પોલીસ સ્ટેશનથી પરત ફર્યો હતો. યોગેશ 2.30 વાગે બપોરે ઘરે પરત ફર્યો અને થોડીવાર બાદ ફરીથી બહાર ચાલ્યો ગયો. ત્યારથી અમે તેને જોયો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન