પાટણમાં ગાય અને આખલાના ઝઘડામાં રાહદારી ચડ્યો હડફેટે, છોડાવવા જતા બે વ્યક્તિ ઘવાયા - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • પાટણમાં ગાય અને આખલાના ઝઘડામાં રાહદારી ચડ્યો હડફેટે, છોડાવવા જતા બે વ્યક્તિ ઘવાયા

પાટણમાં ગાય અને આખલાના ઝઘડામાં રાહદારી ચડ્યો હડફેટે, છોડાવવા જતા બે વ્યક્તિ ઘવાયા

 | 7:44 pm IST

પાટણ શહેરમાં રખડતા ઢોરોને લઈ શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે આજે વહેલી સવારે કાજીવાડા વિસ્તારોમાં ગાય અને આખલાઓ ઝઘડતા હોઈ તેની બાજુમાંથી જ એક ઈસમ પસાર થતો હોઈ આખલાએ ઈસમને હડફેટે લઈ ગળાના તેમજ છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમજ વચ્ચે છોડાવવા પડેલ અન્ય બે ઈસમોને પણ ઈજાઓ પહોંચાડતા તેઓને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયા છે.

પાટણ શહેરમાં છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગો પર તેમજ અંતરીયાળ માર્ગો પર રખડતા ઢોરોને લઈને વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે તો સાથે સાથે રખડતા ઢોરો દ્વારા રાહદારીઓને ઈજા પહોંચાડવાના પણ અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવવા પામ્યા છે ત્યારે આજે વહેલી સવારે કાજીવાડા વિસ્તારમાં આખલા અને ગાયો ઝઘડતી હોઈ અને બાજુમાંથી જ મહેબુબભાઈ કાસમભાઈ શેખ ઉ.વર્ષ.૪પ જેઓ પસાર થતા ઝઘડતા આખલાએ મહેબુબભાઈના ગળાના ભાગે શિંગડું મારી અને છાતીના ભાગે પણ ઈજાઓ પહોંચાડતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા.

જોકે, તેમને છોડાવવા રોડ પરથી પણ અન્ય બે ઈસમો વચ્ચે પડતા તેઓને પણ ઈજાઓ પહોંચાડતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકત્રીત થઈ જવા પામ્યા હતા અને ગંભીર ઈજાગ્રસ્ત મહેબુબભાઈને પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. વધુ સારવાર અર્થે તેઓને પાટણ ધારપુર મેડીકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે પાટણ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ અતિશય વધી ગયો હોવાના પગલે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી તેમજ અકસ્માતનો ભય પણ તોળાઈ રહ્યો છે ત્યારે નગરપાલિકા દ્વારા ઢોરોને ડબ્બ કરવાની કામગીરી બંધ કરી દેવામાં આવતા શહેરીજનોમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે.