bullet train land acquisition case farmers get compensation at surat
  • Home
  • Gujarat
  • સુરતમાં બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે ખેડૂતોને વળતર મળ્યું

સુરતમાં બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે ખેડૂતોને વળતર મળ્યું

 | 7:35 pm IST

સુરતમાં બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને વળતર મળ્યુ છે. સુરત કલેક્ટરે 3 ગામના ખેડૂતોને વળતરના ચેકનુ વિતરણ કર્યુ.

વક્તાણા, ગોજા અને બોણદ ગામના 15 ખેડૂતોને ચેકનુ વિતરણ કરાયુ છે. જો કે હજુ પણ કુલ 41 ખેડૂતોને 75 કરોડનુ વળતર ચૂકવાશે.

સરકાર તમામ ખેડૂતના એકાઉન્ટમાં વળતરની રકમ આરટીજીએસ કરાશે. અન્ય ખેડૂતોને રાજકીય પક્ષના હાથા ન બનવા કલેક્ટરે આદેશ આપ્યો છે.

વક્તાણા ખાતે વાડીમાં ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો. જેમાં કલેક્ટર, બુલેટ ટ્રેનના અધિકારી અને જમીન સંપાદન અધિકારીઓ ચેકના વિતરણ સમયે હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન