Bullion Exchange at GIFT City in Gujarat Says Nirmala Sitharaman
  • Home
  • Gandhinagar
  • ગાંધીનગર: ‘ગિફ્ટ સિટી’ખાતે આગામી સમયમાં બુલિયન એક્સચેન્જ કાર્યરત થશે

ગાંધીનગર: ‘ગિફ્ટ સિટી’ખાતે આગામી સમયમાં બુલિયન એક્સચેન્જ કાર્યરત થશે

 | 9:57 pm IST
  • Share

  • ગિફ્ટ સિટી ખાતે માળખાકીય તમામ સુવિધા ઉભી થવાની તૈયારી
  • બુલિયન એક્સચેન્જ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થશે
  • કેન્દ્રીય મંત્રીએ USના બિઝનેસ લીડર્સનું લીસ્ટ ગિફ્ટ સિટી ઓથોરિટીને આપ્યું

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ શનિવારે ગુજરાતના પાટનગર ગાંધીનગરની “ગિફ્ટ સિટી”માં બનવા જઈ રહેલા ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર ઑથોરિટી (IFSCA)ના બે પ્રસ્તાવો માટે 469 કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે. પોતાના એક દિવસના પ્રવાસ માટે ગાંધીનગર આવી પહોંચેલા નાણામંત્રીએ કેન્દ્રીય બજેટ 2021-22માં કરવામાં આવેલી જાહેરાત મુજબ ગિફ્ટ સિટીને વિશ્વસ્તરનું ફિનટેક હબ બનાવવાની પ્રતિબદ્ધતા દાખવી હતી.

નિર્મલા સીતારમણે વધુમાં કહ્યું કે, ગિફ્ટ સિટી ખાતે આગામી સમયમાં બુલિયન એક્સચેન્જ કાર્યરત થશે. આ સાથે જ માળખાકીય તમામ સુવિધા ગિફ્ટ સિટી ખાતે ઉભી થવાની તૈયારી દર્શાવી હતી.

આ બુલિયન એક્સચેન્જ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થશે. બેંગ્લુરુ, હૈદરાબાદ અને ગુડગાંવ ખાતેના સ્ટાર્ટ અપ સાથે ચર્ચા કરીને તેમને IAFCA ખાતે લાવવાનું સૂચન કર્યું હતું.

પોતાની વૉશિંગ્ટન મુલાકાત અંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, વૉશિંગ્ટન અને તેની આસપાસના સિટીમાં ઉભી થયેલી ધંધાકીય પ્રવૃતિને ભારતમાં લાવવા મલ્ટીનેશનલ બિઝનેસ લીડર્સે પણ તૈયારી દર્શાવી છે. આ સાથે જ તેમણે યુએસના બિઝનેસ લીડર્સનું લીસ્ટ ગિફ્ટ સિટી ઑથોરિટીને આપ્યું હતું. બીજી તરફ ગુજરાત સરકારે પણ ગિફ્ટ સિટીની ઈકો સિસ્ટમ સુધારવા માટે નવી પ્રવૃતિઓને જગ્યા આપવા તૈયારી દર્શાવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો