bumper-deal-and-offers-on-smartphones-flipkart-the-big-billion-days-sale
  • Home
  • Featured
  • Flipkart Big Billion Days: સ્માર્ટફોન્સ પર મળી રહી છે બમ્પર ડીલ અને ઓફર

Flipkart Big Billion Days: સ્માર્ટફોન્સ પર મળી રહી છે બમ્પર ડીલ અને ઓફર

 | 4:24 pm IST

તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે. આ મોકા પર ભારતની ઘરેલૂ ઈ કોમર્સ વેબસાઈટ Flipkart પોતાનો ‘The Big Billion Days’ સેલની 5મી એડીશન શરૂ કરવાના છે. આ સેલ 10 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં સ્માર્ટફોન્સથી લઈને ટીવી અને અન્ય ગેઝેટ પર આકર્ષક ઓફર મળશે. આ જ સેલમાં Flipkart પર કેટલાક સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે.
​Oppo F9 Pro

​Oppo F9 Proની કિંમત 25 હજાર છે, પણ Flipkart માં The Big Billion Daysમાં તમે આ સ્માર્ટફોનને માત્ર 4,190ની કિમતમાં ખરીદી શકો છો.આ સાથે સાથે 70 ટકા બાયબેક વેલ્યૂ પેક મળી રહ્યુ છે. એટલેકે Oppo F9 Pro ખરીદવા માટે 6થી 8 મહિનાબાદ તેને પરત કરી શકો છો. તેના પર આપને 16,800 રૂપિયા પરત મળશે. આ Oppo F9 પર શાનદાર ઓફર મળી રહી છે.

Honor 7S

​Oppo સિવાય Honor સીરીઝના સ્માર્ટફોન્સ પર પણ બમ્પર ઓફર મળી રહી છે. Honor 7S માત્ર 6,499 રૂપિયામા મળી રહ્યું છે. કેટલાક મહિના પહેલા ફોનને લૉન્ચ કરવામાં આવ્યો હતો. પહેલીવાર આ સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે.

​Honor 7A

Honor 7S સિવાય બીજો સ્માર્ટફોન ​Honor 7A Flipkartના સેલમાં 7,999 રૂપિયામાં મળી રહ્યો છે. Honor 7A પર 3 હજારની છૂટ મળી રહી છે.
5000થી ઓછી કિંમતે 2 GB રેમવાળા ફોન

2 GB રેમ વાળા અને 16 GB રેમવાળા સ્માર્ટફોન્સ માત્ર 4999ની કિંમતે મળી રહી છે.
ડ્યૂઅલ કેમેરાવાળો સ્માર્ટફોન્સ ફક્ત 6,999માં ​​

4000mAhથી વધારે પાવર અને ડ્યૂઅલ કેમેરાવાળો સ્માર્ટફોન્સ 6,999ની કિંમતે ખરીદી શકો છો. આ સ્માર્ટફોન્સમાં નોચ ડિસ્પ્લે હશે.
iPhone અને Xiaomiના સ્માર્ટફોન્સ પર બમ્પર ઓફર

​Honor અને ​Oppo સિવાય Xiaomiના સ્માર્ટફોન્સ પર Flipkart માં The Big Billion Daysમાં છૂટ મળી રહી છે. Redmi Note 5 Pro પર પણ દમદાર ઓફર મળતા ગ્રાહકોને ફાયદો થશે. iPhone બજેટની બહાર છે તો ચીંતાનું કારણ નથી કેમકે Flipkart પર તે ખુબજ ઓછી કિંમતે મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન