Burari suicide case: Post-mortem report confirms death by hanging but mystery remains unsolved
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બુરાડી કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર, 11માંથી 10ના મોતના રહસ્ય પરથી ઉઠ્યો પડદો

બુરાડી કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર, 11માંથી 10ના મોતના રહસ્ય પરથી ઉઠ્યો પડદો

 | 2:38 pm IST

બુરાડીમાં એક ઘરમાં જ પરિવારના 11 લોકોના મોતના રહસ્ય પરથી પડદો ઉઠી ગયો છે. બુધવારના રોજ આ કેસમાં 10 લોકોનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, જેમાં પોલીસ થિયરી સાચી સાબિત દેખાઇ રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધાર પર પોલીસનું કહેવું છે કે 10 લોકોના મોત ફાંસી પર લટકવાથી થયું છે. શરીર પર કયાંય ઇજાના નિશાન નથી. એવામાં કહી શકાય કે 10 લોકોના મોટ ફાંસી પર લટકવાથી થયું છે. હજુ આ કેસમાં ઘરની સૌથી વૃદ્ધ મહિલા નારાયણી દેવીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો નથી.

જો કે વાત એમ છે કે નારાયણી દેવીની બોડી રૂમમાં જમીન પર પડેલી મળી હતી. તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તમામ ડૉકટર્સનો અભિપ્રાય બેસતો નથી. આથી મંગળવારના રોજ ડૉકટર્સની ટીમે ઘરનું નિરીક્ષણ પણ કર્યું હતું. આથી ડૉકટર્સની ટીમ એક વખત ફરી પરસ્પર વાતચીત કરીને ફાઇનલ રિપોર્ટ આપશે, તેનાથી નારાયણી દેવીના મોતનું અસલ કારણ ખબર પડી છે.

પરિવારના રજીસ્ટરમાં લખેલી હતી દિવાળીની વાત
આની પહેલાં ભાટિયા પરિવારથી પ્રાપ્ત રજીસ્ટરમાં ‘ભટકતી આત્મા’નો ઉલ્લેખ કર્યો છે. તેમાં સાથો સાથ આશંકા વ્યક્ત કરી છે કે પરિવાર આવતી દિવાળી જોઇ શકશે નહીં. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે મૃતકોમાંથી એક લલિત સિંહ ચુંડાવતના શરીરમાં કથિત રીતે તેના પિતાની આત્મા આવતી હતી અને ત્યારબાદ તેઓ પોતાના પિતાની જેમ હરકતો કરતાં હતા અને નોટ લખાવ્યા કરતા હતા.

રજીસ્ટરમાં 11 નવેમ્બર, 2017ના રોજ તારીખમાં લલિતે પરિવારના ‘કંઇક પ્રાપ્ત’ કરવામાં નિષ્ફળ રહેવા માટે ‘કોઇની ભૂલ’નો ઉલ્લેખ કર્યો છે. તેમાં કહ્યું છે કે ધનતેરસ આવીને જતી રહી. કોઇને જૂની ભૂલના કારણે કંઇક પ્રાપ્તિથી દૂર છો. આવતી દિવાળી ના મનાવી શકો. ચેતવણીને નજરઅંદાજ કરવાની જગ્યાએ ધ્યાનમાં લીધા કરો.