burari-kand-murder-mystery-tantrik-geeta-mata-custody
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બુરાડી કાંડ: 11 લાશોનો થશે ખુલાસો, પરિવારને અંધશ્રદ્ધાના પાઠ ભણવનાર તાંત્રિક પકડાઈ

બુરાડી કાંડ: 11 લાશોનો થશે ખુલાસો, પરિવારને અંધશ્રદ્ધાના પાઠ ભણવનાર તાંત્રિક પકડાઈ

 | 5:49 pm IST

દેશને હચમચાવી નાખનાર બુરાડી કાંડમાં ક્રાઈમ બ્રાંચને આખરે ભાટિયા પરિવાર સાથે જોડાયેલા તાંત્રિક સુધી પહોંચવામાં સફળ થઈ ગઈ છે. આ તાંત્રિક એક મહિલા છે અને ભાટિયા પરિવારનું ઘર બનાવનાર કૉન્ટ્રક્ટરની બહેન છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સામૂહિક આત્મહત્યાનો માસ્ટરમાઈન્ડ પરિવારનો નાનો પુત્ર લલિતે મોત પહેલા પોતાના કોન્ટ્રક્ટરને જ ફોન કર્યો હતો.

પોલસે જણાવ્યું કે, ભાટિયા પરિવારના આ ગીતા માં નામની મહિલા તાંત્રિક સાથે સંબંધ હતો. આ મહિલા તાંત્રિકનો દાવો છે કે, તે ભૂત-પ્રેત ભગાડે છે. પોલીસ હવે આ મહિલા તાંત્રિકની પુછપરછ કરી રહી છે.

પોલીસ હવે મહિલા તાંત્રિક સાથે તે જાણવાની કોશિશ કરી રહી છે કે, શું તેણે ભાટિયા પરિવારની આત્મહત્યાની યોજના વિશે ખબર હતી, શું ક્યારેય લલિત અથવા પરિવારના કોઈ અન્ય સભ્યએ આ પ્રકારનો કોઈ સંકેત આપ્યો હતો. પોલીસે એવું પણ જાણવાની કોશિશ કરી હતી કે, ગીતા માતાનો તંત્ર વિદ્યામાં કેટલી દખલ છે.