Burning Parineeta alive by the In laws Family
  • Home
  • Gujarat
  • પતિને મળવા ગયેલ પરિણીતાને સાસુ-સસરાએ જીવતી સળગાવી

પતિને મળવા ગયેલ પરિણીતાને સાસુ-સસરાએ જીવતી સળગાવી

 | 4:16 pm IST

રાજકોટ જિલ્લાના ગોમટા ગામે રહેતા રતી મણવર અને તેમની પત્ની દ્વારા પોતાની પુત્રવધૂને મારમારીને જીવતી સળગાવી હોવાની ઘટના સામે આવી છે. હાલ રાજેશ્રી મણવર નામની પરણીતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે સમગ્ર મામલે હાલમાં ગોંડલ પોલીસ દ્વારા તપાસ ચલાવાઈ રહી છે.

ગોંડલ તાલુકાના ગોમટા ગામે એક પરિણીતાને તેના સાસુ-સસરા દ્વારા માર મારીને જીવતી સળગાવી હોવાની ઘટના સામે આવી છે. પરિણીતા અને તેનો પતિ છેલ્લા કેટલાક સમયથી તેના સાસુ સસરાથી અલગ રહે છે. ત્યારે છેલ્લા બે માસથી તેનો પતિ પોતાના માતા પિતા સાથે રહેવા ગયો હતો. જે દરમિયાન તેની તબિયત વધુ બગડતા પરિણીતા પોતાના પતિની ખબર કાઢવા માટે સાસુ-સસરાના ઘરે ગઈ હતી. ત્યારે તેના સાસુ સસરાએ પરિણીતાને મારા મારીને જીવતી સળગાવી હતી.

જો કે, પરિણીતા સળગતી હાલતમાં ઘરની બહાર નીકળી જતા આસપાસના વિસ્તારના લોકોએ તેને સળગતી હલતમાંથી બચાવીને સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. ત્યાંથી મહિલાની હાલત વધુ નાજુક જણાતા ગોંડલ હોસ્પિટલ ખાતેથી હાલમાં મહિલાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. પરિણીતાનો આક્ષેપ છે કે છેલ્લા 22 વર્ષથી તેના સાસરિયા પક્ષ તરફથી ત્રાસ આપવામાં આવી રહ્યો છે. હાલ આ સમગ્ર મામલે ગોંડલ પોલીસ તપાસ ચલાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન