બુરકી અને બકિંગહામ : જટિલતમ પેરાડોક્સ - Sandesh
  • Home
  • Columnist
  • બુરકી અને બકિંગહામ : જટિલતમ પેરાડોક્સ

બુરકી અને બકિંગહામ : જટિલતમ પેરાડોક્સ

 | 1:28 am IST

ઓવર વ્યૂ :- ચંદ્રકાન્ત મારવાડી

આપણે લાહોર, પેશાવર, કાસુર અને તક્ષશિલાના આયોધ્યા અને રામ સાથે સંકળાયેલા સમાંતર ઇતિહાસ વિશે જાણ્યું. આપણે અયોધ્યાના ઇતિહાસની પહેલી કડી લાહોર કે પેશાવરના ઇતિહાસ વિશે જાણતા જ નથી. રોમ અને લાહોર વચ્ચેના સાંનિધ્યને સમજવા પ્રયાસ કર્યા પછી હવે બુરકી ટ્રાઇબ અને દક્ષિણ વઝિરિસ્તાનમાં આવેલી તેમની પ્રાચીનતમ વસાહત કનિગુરામ(Kaniguram) તરફ પણ નજર નાખી લઈએ. કનોજ અને પુષ્યભૂતિ વર્ધન/બર્ધન કુળના હર્ષવર્ધનનો ઇતિહાસ જાણતા હોવાનો દાવો કરનારા સમૂહો કનિગુરામનો ઇતિહાસ શા માટે નહીં જાણતા હોય તે સ્વયં એક સંશોધનનો વિષય છે. કનોજ અને હર્ષવર્ધને જ આક્રમણકારી આલ્ચોન હૂણ સામે એકલે હાથે લડત આપી હતી. પાકિસ્તાનમાં કનિગુરામ અને અફઘાનિસ્તાનના લોગાર એમ બંને પ્રદેશમાં બુરકી કે પછી બરાક બરાકી ટ્રાઇબનું અસ્તિત્વ આજે પણ છે.

ઓર્મુર(Ormour) નામના એક મહાસમુદાયની આ પેટા શાખા. ઓર્મુર/બરાકી/બરકી ટ્રાઇબે પોતાની માતૃભાષા, પરંપરા કનિગુરામ નગરમાં જાળવેલાં છે. વાના નજીક આવેલી કનિગુરામ વસાહત પાછળ જ પ્રેઘાલ અને જુલુંદર પહાડો આવેલા છે. વસાહત સમુદ્રતટેથી ૨,૦૪૨ મીટરની ઊંચાઈએ હોવાથી શિયાળો આવતાં અહીંના સમૂહો ડેરા ઇસ્માઇલ ખાન ખાતે પોતાનાં સેકન્ડ હોમમાં રહેવા આવી જતા હોય છે. બુરકી સમુદાય મૂળભૂત રીતે બરાક કે બરાકી તરીકે જ ઓળખાતો રહ્યો. પશ્તુન ટ્રાઇબલ સિસ્ટમમાં તેઓ ઓર્મુર કોન્ફેડરેશનનો ભાગ ગણવામાં આવે છે. કાર્લાની સમુદાયને તેમની સાથે નિકટના સંબંધ. ઓર્મુરી બોલી હજી પણ અફઘાનિસ્તાનના લોગાર પ્રાંતને યાદ છે. પાકિસ્તાનમાં ઓર્મુર સમૂહ માત્ર પશ્તુન સમૂહો વચ્ચે જ વસવાટ કરે. ર્પિશયાની સેનાનો એક સમયનો આ સૈનિક સુમદાય.

લિબિયા, ઇજિપ્ત સહિતના દૂર દૂરના પ્રદેશો સુધી વસવાટ ધરાવતો જોવા મળે. બાબરનામામાં પણ બુરકી સમુદાયનો ઉલ્લેખ બિરકી તરીકે થયેલો છે.

લાહોર (પાકિસ્તાન), લોગાર (અફઘાનિસ્તાન) પછી ફ્રાન્સમાં Loire નગર ઊભું થયું હતું. ફ્રેન્ચ ગૌલ બોલીમાં Are-mori શબ્દનું પ્રચલન હતું અને એક પ્રદેશને નામ અપાયું હતું અર્મોરિકા(Armorica). અહીં બ્રિથોનિક શાખાના બ્રેટોન અને Pictons(પખ્તુન) સમૂહનો પણ વાસ હતો.

રોમ અને મિલાનનગરના વિકાસમાં જે Bituriges tribeનું પ્રદાન છે, તે તો મિલાનની ભૂમિ સુધી પહોંચતાં પહેલાં જ કિંગ ઓફ ધ વર્લ્ડ ટાઇટલ ધરાવતી હતી.

એટલાન્ટિસ સમુદ્રકાંઠે હતો અર્મોરિકા પ્રદેશ. અર્મોરિકા રોમન એમ્પાયરના તાબા હેઠળનો જ પ્રદેશ હતો. આગળ જતાં તે જ પ્રદેશના બ્રેટોન સમુદાયે Britannia નામે પ્રદેશ ઊભો કર્યો. બુરકી ટ્રાઇબનું પરંપરાગત નગર કુનિગુરામ આજે પાકિસ્તાનમાં આવેલું છે. બુરકી ટ્રાઇબ તેનું રક્ષણ કરતી આવી છે અને બ્રેટોન ટ્રાઇબે પોતાના મહેલનું નામ રાખ્યું છે બકિંગહામ પેલેસ.

બરહટ/બુર્હાદિત્ય/બ્રેટોન  

કાબુલ પર જે બરહટવંશીઓએ ૬૦ પેઢી સુધી શાસન સંભાળ્યું તેનો ભેદ આ સાથે ઉકેલાઈ જવો જોઈએ. ગાંધારથી માંડીને ગંગા-ગોદાવરી, સહ્યાદ્રી પ્રદેશોના રક્ષક હતા કાબુલના શાહ શાસક બરહટવંશી. અયોધ્યાથી આવીને કુર્માંચલ સ્ટેટની રચના કરનારા લવવંશી શાલીવાહન પરંપરાના કાત્યુરી શાસકો વિશે આપણે જાણી ચૂક્યા. કુમાઉની કટારમલ વસાહતમાં તેમના પ્રથમ પુરુષ બુર્હાદિત્યનું સૂર્યમંદિર ઊભું છે અને લંડનની પરંપરાગત રક્ષક જાતિ કાત્યુવેલ્યૂનીની ઇતિહાસ નોંધ લે છે. કાત્યુરી શાસકો પૂર્વે કુમાઉ-ગઢવાલ પ્રદેશ પર કુનિન્દા શાસન હતું. કેદારનાથ તે કુનિન્દા શાસકોનું સ્મારક છે. કેદારપુત્રી વૃંદાએ વિકસાવેલાં વૃંદાવનમાં એક બીજા જ યુગમાં કૃષ્ણે લીલાઓ કરી હતી. અયોધ્યાના રાજા રામ ત્રિલોકપતિ હતા અને લાહોર પુત્રધર્મ અદા કરતાં રામ પછીનો વારસો સંભાળતું આવ્યું હોય તો આૃર્ય ના જ થવું જોઈએ. હા, ઈશ્વરપુત્રની (પુત્ર)ધર્મ અને ઇતિહાસ પરંપરા લાહોર સાથે સંકળાયેલી છે, હવે ઈશ્વરપુત્ર અયોધ્યાના રક્ષક ના હોય તે વાત ગળે કઈ રીતે ઊતરે? અયોધ્યા અને રામ સાથે સીધો સંબંધ ધરાવતું વિશ્વનું એકમાત્ર નગર એટલે લાહોર. રામ પછી અયોધ્યાના ઇતિહાસનું વાહક એટલે જ લાહોર. ઓટ્ટોમન ખિલાફતને સમર્થન આપ્યા બાદ હાલમાં ક્યોતો તરફની દોડ ચાલી રહી છે પણ અયોધ્યાને ના તુર્ક ખિલાફત કે ના ક્યોતો(જાપાન) સાથે સંબંધ છે, પરંતુ લાહોર તો અયોધ્યા સાથે સમાંતર અને સનાતન ઇતિહાસ ધરાવે છે. લાહોર તરફ દૃષ્ટિ માંડવાની તૈયારી પણ નહીં? તેનું આૃર્ય ના થાય? ના જ થવું જોઈએ? તુર્ક ઓટ્ટોમન ખિલાફતને સમર્થન પછી (જ) ઊભી થયેલી નવી માન્યતાઓનાં જાળામાં ક્યોતો ભણીની દોટ શરૂ થઈ અને માન્યતાનાં નવાં જાળામાં અયોધ્યાના રામ અને લાહોરના લવ એમ બંને શું ઓગળી રહ્યા છે? ધરતી પ્રતીક્ષા કરી રહી છે… સીતાના ધરતીમાં સમાઈ જવાની?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન