Bus And Dumper Between Accident In Bavla-Sarkhej Highway
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ: ટ્રાવેલ્સની બસ ધડાકાભેર ડમ્પરની પાછળ ઘૂસી દિવાલ સાથે અથડાઇ, 15થી વધુ ઘાયલ

અમદાવાદ: ટ્રાવેલ્સની બસ ધડાકાભેર ડમ્પરની પાછળ ઘૂસી દિવાલ સાથે અથડાઇ, 15થી વધુ ઘાયલ

 | 9:28 am IST

અમદાવાદની નજીક સરખેજ-બાવળા હાઇવે પર ગઇકાલે મોડી રાત્રે પટેલ ટ્રાવેલ્સની બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. અમદાવાદથી વેરાવળ જતી ખાનગી ટ્રાવેલ્સની બસને ગમ્ખવાર અકસ્માત નડ્યો હતો. કહેવાય છે બસના ડ્રાઇવરની બૂલના કારણે આ અકસ્માત સર્જાયો હતો તેવી ચર્ચા છે.

ડમ્પરની પાછળ બસ અથડાઇ રાઇસ મીલના કોટ સાથ ધડાકાભેર અથડાતા પંદરથી વધુ મુસાફરો ઘાયલ હતા. તમામ ઘાયલને 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. બસની આગળનો આખો ભાગ ભયંકર રીતે તૂટી ગયો હતો. આ અકસ્માતમાં બસનાં ડ્રાઇવર સહિત 15 લોકોને ઇજા પહોંચી છે. અમદાવાદ ગ્રામ્ય ચાંગોદર પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે સરખેજ-બાવળા હાઈ-વે પર નવાગામ પાસે મોડી રાતે ડમ્પર અને ખાનગી બસ અથડાઇ હતી. કહેવામાં આવે છે કે આ ખાનગી બસની સ્પીડ વધારે હતી જેના કારણે ડમ્પર સાથે ધડાકાભેર અથડાઇ ગઇ હતી. આ અકસ્માત પછી મેઇન રોડની બાજુમાં સર્વિસ રોડ છે અને તેની બાજુમાં જ દિવાલ હતી. તે દિવાલમાં બસ એટલી જોરથી અથડાઇ હતી કે દિવાલ પણ તૂટી ગઇ હતી

ગમખ્વાર અકસ્માતમાં બસનો આગળનો ભાગ દિવાલ સાથે અથડાયો હતો જેના કારણે બસનાં ડ્રાઇવરને વધારે ઇજા થઇ છે. જ્યારે અંદર બેઠેલા મુસાફરોને સામાન્ય ઇજા થઇ છે.