Bus Driver suspended after give permission to change gear Video viral
  • Home
  • Videos
  • Featured Videos
  • ચાલુ બસે યુવતીઓને ગિયર બદલવા આપી મંજૂરી તો જબરો ફસાયો ડ્રાઇવર, મળી આકરી સજા

ચાલુ બસે યુવતીઓને ગિયર બદલવા આપી મંજૂરી તો જબરો ફસાયો ડ્રાઇવર, મળી આકરી સજા

 | 11:02 am IST

સોશિયલ મીડિયા પર અવારનવાર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં કેટલાક રસપ્રદ હોય તો કેટલાક જોખમી અને કેટલાક કોમેડી હોય છે. ત્યારે હવે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક જોખમી વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મુસાફરોની સુરક્ષા સાથે બેદરકારી જોવા મળી રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ વીડિયો કેરળના એક બસ ડ્રાઇવરનો બતાવવામાં આવી રહ્યો છે. જેને ચાલુ બસમાં કોલેજની યુવતીઓને ગિયર બદલવાની મંજૂરી આપી હતી. જેના કારણે મુસાફરોની સુરક્ષા જોખમમાં મૂકાઈ હતી. જોકે આ વીડિયો વાયરલ થતા જ બસ ડ્રાઇવરનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરી દેવામાં આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે બસ કોલેજના કેટલીક યુવતીઓને કેરળ-ગોવા ટ્રિપ પર લઈ જઈ રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન