અડધી રાતે અંધારામાં બસ તળાવમાં પડી, ચીસો સાંભળનાર પણ કોઈ ન હતુ - Sandesh
NIFTY 10,746.05 +45.60  |  SENSEX 34,949.66 +178.61  |  USD 63.9400 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • અડધી રાતે અંધારામાં બસ તળાવમાં પડી, ચીસો સાંભળનાર પણ કોઈ ન હતુ

અડધી રાતે અંધારામાં બસ તળાવમાં પડી, ચીસો સાંભળનાર પણ કોઈ ન હતુ

 | 12:38 pm IST

કર્ણાટકના હાસનના કરેકેરે પાસે  કર્ણાટક રાજ્ય પરિવહન (કેએસઆરટીસી)ની બસ રસ્તાને અડીને આવેલા તળાવમાં ખાબકતાં આઠના મોત થયા છે અને અનેક લોકોને ઈજા થઈ છે.

કેએસઆરટીસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાતે સાડા ત્રણ વાગે આ દુર્ઘટના સર્જાઈ હતી. બસ નિરંકુશ થયા પછી તળાવમાં પડી હતી. મૃત્યુ પામેલા પાંચ લોકોમાં બસ ડ્રાઈવર શિવપ્પા ચેલાવડી અને કન્ડકટર લક્ષ્મણનો સમાવેશ થાય છે. ગંભીર ઈજા પામેલા ત્રણ જણાંએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં.

કેએસઆરટીસીની આ વોલ્વો બસ બેંગલુરુથી ધર્મસ્થળ જતી હતી. બસમાં કુલ 43 મુસાફરો હતાં. બસ બેંગલુરુથી રાતે 11.44 વાગે ઉપડી હતી. અકસ્માતના કારણની હજુ સુધી જાણ થઈ નથી.