Business After Pakistan, inflation hit China, reaching the highest level in 8 years
  • Home
  • Business
  • સંગત એવી રંગત, પાકિસ્તાનની જેમ આ ગંભીર સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે મિત્ર દેશ ચીન

સંગત એવી રંગત, પાકિસ્તાનની જેમ આ ગંભીર સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે મિત્ર દેશ ચીન

 | 3:15 pm IST

પાકિસ્તાન પહેલાથી જ મોંઘવારીથી ત્રાહિમામ પોકારી રહ્યું છે. પરંતુ ગત મહિનાથી એટલે ઓકટોબરથી ચીનની મોંઘવારી દર 8 વર્ષથી ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઇ છે. ચીનમાં ગ્રાહક પ્રાઇસ ઇંડેક્સ ઓક્ટોબરમાં સૌથી વધારે ઝડપથી વધ્યો છે. ચીનની મોંઘવારી દરમાં આટલા ઝડપી પોર્કની કિંમતોમાં અચાનક ઉછાળાના કારણથી થઇ છે.

અધિકારીક આંકડાઓ મુજબ, આફ્રીકન સ્વાઇન તાવના કારણથી પોર્કની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. છૂટક મોંઘવારી દરને માપવાના એક પ્રમુખ તરીકે ગ્રાહક પ્રાઇસ ઇન્ડેક્સ ઓક્ટોબર મહિનામાં 3.8 ટકા રહ્યો. સુત્રો અનુસાર ચીનમાં સપ્ટેમ્બર મહિનામાં મોંઘવારી દર 3 ટકા હતો. ઓકટોબર મહિનામાં મોંઘવારી દર જાન્યુઆરી 20112 બાદ સૌથી વધારે રહ્યો છે.

ચીન સરકાર દ્વારા આ આંકડાને રજૂ કરતા પહેલા પણ રિપોર્ટમાં અહીંની મોંઘવારી દર 3.4 ટકાથી વધવાનો અનુમાન લગાવવામાં આવ્યું હતું. ગત એક વર્ષમાં ચીનમાં પોર્કની કિંમતોમાં બમણાથી પણ વધારે નફો થયો છે. ઓગસ્ટ 2018માં સ્વાઇન તાવ બાદ પોર્કની કિંમોતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેની સાથે જ ચિકન, ડક અને ઇંડા સહિતની વસ્તુઓમાં વધારો જોવા મળી રહ્યો છે.

એક રિપોર્ટ મુજબ પોર્કની કિંમતોમાં આ વધારેને સમેટવા અને સપ્લાય સુનિશ્ચિત કરવા માટે ચીન સરકાર પણ અનેક પગલા ઉઠાવી રહી છે. આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે ચીનમાં અનેક નેતા આ વાતને લઇને ચિંતા વ્યકત કરી ચૂક્યા છે. બીજિંગના એક રિસર્ચ ફર્મે દાવો કર્યો છે કે પોર્કની કિંમતોમાં વધારાના કારણથી 1989માં તિયાનમેન પ્રદર્શન થયું હતું. 1989માં ચીનના મોંઘવારી દર 18.25 ટકા રહ્યો હતો. જોકે, ચીનના મોંઘવારી દરમાં આ મોટા વધારાને કારણે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલો ટ્રેડ વોર પણ છે.

ચીનમાં ઇંડસ્ટ્રિયલ સેક્ટર માટે પ્રોડ્યુસર પ્રાઇસ ઇંડેક્સ પણ ઓકટોબર મહિનામાં 1.6 કલાક થઇ ચૂક્યા છે. ચીનમાં ફેકટરીછી નીકળનારા વસ્તુઓની કિંમતોને લઇને આ ઇંડેક્સ દ્વારા ટ્રેક કરવામાં આવે છે. સપ્ટેમ્બર મહિનામાં તેમા 1.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ઓગસ્ટ 2016 બાદ આ સૌથી મોટો ઘટાડો રહ્યો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું હતુ કે આ 1.5 ટકા રહેશે.

આ પણ જુઓ :સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ બાબા રામદેવનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન