Business After the removal of article-370, SBI opened new branch in Ladakh
  • Home
  • Business
  • કલમ 370 હટતા જ એસબીઆઈએ કરી બતાવી કમાલ,જાણી તમે પણ કહેશો વાહ….!!!

કલમ 370 હટતા જ એસબીઆઈએ કરી બતાવી કમાલ,જાણી તમે પણ કહેશો વાહ….!!!

 | 9:33 am IST

દેશના સૌથી મોટી બેન્ક એટલે ભારતીય સ્ટેટ બેન્ક (State Bank of India) સતત પોતાની સુવિધા બેસ્ટ બનાવવાની સાથે-સાથે આંતરિયા વિસ્તારમાં પણ પોતાની સેવાઓ પહોંચાડવામાં વ્યસ્ત છે. આ સંદર્ભમાં સ્ટેટ બેંક ભારતીય સ્ટેટ બેન્કે લેહમાં સામાન્ય લોકોને નાણાકીય સેવાઓ આપવાનું પણ નક્કી કર્યું છે. એસબીઆઈના અધ્યક્ષ રજનીશ કુમારે (Rajnish Kumar) લેહ જિલ્લાના નુબરા ઘાટીના દિસ્કિટ ગામમાં SBI શાખાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે, તે એસબીઆઈની 14 મી શાખા છે, જે લેહથી લગભગ 100 કિમી દૂર સ્થિત છે. એવું કહેવામાં આવે છે કે આ ગામ સમુદ્ર સપાટીથી 10,310 ફૂટની ઉંચાઇએ આવેલું છે.

2011ની જનગણના મુજબ, દિસ્કિત ગામમાં આશરે 1760 લોકો રહે છે. એસબીઆઇની આ નવી બ્રાન્ચ ખુલ્યા બાદ આ ગામના લોકોને દરેક પ્રકારની બેન્કિંગ તેમજ નાણાકીય સેવાઓ સહેલાઇથી મળી શકશે. આ બ્રાન્ચ ખૂલ્યા બાદ આ વિસ્તારના આર્મી કેમ્પના સૈનિકો પણ લાભ લઇ શકશે. સાથે જ સિયાચીન બેસ કેમ્પના સૈનિકોને પણ તેનો ફાયદો મળી શકશે.

આ બ્રાન્ચના ઉદ્ધાટન માટે પહોંચેલા રજનીશ કુમારે સેનાના એક કાર્ડિયાક એન્ડ ક્રિટિકલ કેર એમ્બ્યુલન્સ પણ ડોનેટ કર્યું. વર્ષ 1923થી ભારતીય સ્ટેટ બેન્ક જમ્મુ કાશ્મીરમાં ઓપરેટ કરી રહ્યા છે. હાલના સમયમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં એસબીઆઇની કુલ 184 બ્રાન્ચ છે. જેમાથી જમ્મુમાં 100એ કાશ્મીરમાં 70 અને લેહમાં 14 બ્રાન્ચ છે. આ બેન્કની શાખાઓ તાંગસેંગથી લઇને કારગિલ જિલ્લાના દ્રાસ વિસ્તર સુધી છે. જણાવી દઇએ કે દ્રાસ પૃથ્વી પર આબાદી વાળી બીજી સૌથી ઠંડી જગ્યા છે.

જેની પર એસબીઆઇ ચેરમેન રજનીશ કુમારે કહ્યું, ભારતની નાણાકીય સિસ્ટમમાં અભૂતપૂર્વ બદલાવ જોવા મળ્યો છે. એસબીઆઇ દ્વારા અમે લોકોની જીંદગીની નજીક જવા માટે હંમેશા પ્રતિબદ્ધ છીએ. જે અમારા માટે ગર્વની વાત છે કે દિસ્કિત જિલ્લાના લોકો માટે અમે નવી બ્રાન્ચ ખોલી રહ્યા છીએ. અમે સતત કોશિશ કરતા રહીશુ કે દેશ નાનામાં નાના વિસ્તારમાં લોકોને નાણાકીય સેવા મળી શકે.

આ પણ જુઓ : કચ્છના ફિલ્મ પ્રોડ્યુસર બિજલ મહેતાની ધરપકડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન