Business bad news for FD investors in the State Bank, interest rates have dropped so much
  • Home
  • Business
  • સ્ટેટ બેન્કમાં FD કરનારા માટે આવ્યા ખરાબ સમાચાર, વ્યાજ દરમાં કર્યો આટલો ઘટાડો

સ્ટેટ બેન્કમાં FD કરનારા માટે આવ્યા ખરાબ સમાચાર, વ્યાજ દરમાં કર્યો આટલો ઘટાડો

 | 2:52 pm IST

સાર્વજનિક ક્ષેત્રના ભારતીય સ્ટેટ બેન્કે દરેક પરિપક્વતા અવધિના દેવા પર સીમાંત ખર્ચ આધારિત વ્યાજ દરમાં 0.05 ટકા સુધી ઘટાડો કરવાની જાહેરાત કરી છે. તેની સાથે જ બેન્કે જમા રકમની વ્યાજ દરમાં 0.15-0.75 સુધીનો ઘટાડો કર્યો છે.

નવા દર 10 નવેમ્બરથી લાગૂ થશે. બેન્કે ચાલુ નાણાં વર્ષમાં સતત સાતમી વખત દેવા પર વ્યાજદરમાં ઘટાડો થયો છે. સ્ટેટ બેન્કે તેના નિવેદનમાં કહ્યું છે કે આ ઘટાડાની સાથે એક વર્ષના દેવાનું એમસીએલઆર ઓથું થઇને 8 ટકા પર આવી ગયું છે. બેન્કે રિટેલ ફિક્સ ડિપોઝિટ જમા પર પણ તેના વ્યાજદરમાં બદલાવ કર્યો છે.

તેણે 1 વર્ષથી 2 વર્ષ સુધીના સમયમાં રિટેલ ફિક્સ ડિપોઝિટ પર વ્યાજદરમાં 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. જ્યારે દરેક પાકતી મુદતની બલ્ક ટર્મ ડિપોઝિટ જમા માટે વ્યાજદરોમાં 0.30થી 0.75 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.

આ પણ જુઓ : 

નડીયાદ ડોક્ટરની બેદરકારીને કારણે સગર્ભાના મોતનો પરિજનોનો આક્ષેપ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન