માત્ર 24 કલાકમાં બિટકોઇને બનાવી દીધા લખપતિ - Sandesh
  • Home
  • Business
  • માત્ર 24 કલાકમાં બિટકોઇને બનાવી દીધા લખપતિ

માત્ર 24 કલાકમાં બિટકોઇને બનાવી દીધા લખપતિ

 | 1:36 pm IST

ભારતીય રિઝર્વ બેન્કે ભારતમાં બિટકોઇનને લઇને રોકાણકારોને સાવધાન રહેવા જણાવ્યું છે. પરંતુ તેની કિંમત દિવસે-દિવસે વધી રહી છે. બુધવારે 12000 અમેરિકી ડોલર પર વેપાર કરી રહેલા બિટકોઇનની કિંમત આશરે 24 કલાકની અંદર 14000 ડોલરના સ્તર પર પહોંચી ગઇ છે. આ રીતે એક દિવસમાં જ રોકાણકારોએ ડિજિટલ ચલણથી આશરે 1,29,084 રૂપિયાની કમાણી કરી છે. આ વર્ષની શરૂઆતથી જ બિટકોઇનની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. જોકે બુધવારે ભારતીય રિઝર્વ બેન્કે રોકાણકારોને સાવધાન કરતા કહ્યું હતુ કે તેમા લેવડ-દેવડ કે રોકાણ કરવાનું જોખમ રોકાણકારોની જવાબદારી રહેશે.

આ વર્ષની શરૂઆતમાં 1000 ડોલરના સ્તર પર વેપાર કરી રહેલા બિટકોઇને ગત અઠવાડિયે 10000 ડોલરના લેવલને પાર કર્યા હતા. બિટકોઇને 24 કલાકમાં જ 12000ના સ્તર અને 13000 ના સ્તરને પાર કરીને 14000 ડોલરના આંકડા પર પહોંચી ગયા છે. જોકે આ ક્રિપ્ટોકરન્સીમાં આ વર્ષે ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. ગત અઠવાડિયે 11000 ડોલર સુધી ઘટાડો થયા બાદ તેમા અચાનક વધારો થયો છે અને 3000 ડોલર સુધીનો વધારો જોવા મળ્યો છે.