Business change your Soiled note Here bank
  • Home
  • Business
  • બેકાર નથી ફાટેલી નોટ, જાણો કયાં-ક્યાં ચાલશે આ ફાટી ગયેલી નોટ

બેકાર નથી ફાટેલી નોટ, જાણો કયાં-ક્યાં ચાલશે આ ફાટી ગયેલી નોટ

 | 9:16 am IST

ઘણી વખત તમારા હાથમાં ફાટેલી નોટ આવી જાય છે. જેને કોઇપણ વ્યક્તિ લેવાથી ઇન્કાર કરી દેતા હોય છે. એવામાં ખૂબ ગુસ્સો આવે છે. એવું લાગે છે કે હવે આ પૈસા બેકાર થઇ જશે. પરંતુ તમને ખબર હોવી જોઇએ કે આ નોટ બેકાર નથી હોતી. કેટલીક જગ્યા પર તમે તેનો ઉપયોગ કરી શકો છો. આવો અમે તમને જણાવીએ કે આ ફાટેલી નોટ ક્યા ક્યા ચાલી શકશે.

ભારતીય રિઝર્વ બેન્ક મુજબ, ફાટેલી નોટને દરેક બેંકે સ્વીકાર કરવો પડશે. એટલે તમે તમારી નજીકની બેંકમાં જઇને આ નોટ બદલી શકો છો. જેના માટે તમારે કોઇ ચાર્જ આપવાનો રહેતો નથી.

ખાસ કરીને લોકોને આ અંગે ખબર હોતી નથી આ ફાટેલી નોટોનો ઉપયોગ તમે બેંકમાં બિલ અને ટેક્સ આપવા માટે કરી શકો છો. ફાટેલી નોટ તમે તમારા એકાઉન્ટમાં જમા કરી શકો છો. આરબીઆઇની ગાઇડલાયન્સ મુજબ આ નોટને ફરીથી લોકોને રી-ઇશ્યુ કરી શકાય નહીં.

જો બેંકના અધિકારીને શક થાય કે જો તમે જાણી જોઇને નોટને ફાટી દીધી છે તો તેને જમા કરવા કે બદલવા પર ઇન્કાર કરી દેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન