ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરશો તો થશે લાભ, RBI લેશે મહત્વનો નિર્ણય - Sandesh
  • Home
  • Business
  • ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરશો તો થશે લાભ, RBI લેશે મહત્વનો નિર્ણય

ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરશો તો થશે લાભ, RBI લેશે મહત્વનો નિર્ણય

 | 4:56 pm IST

ભારતીય રિઝર્વ બેન્ક નાણાંકીય નીતિ સમિતિ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આરબીઆઇએ તેના નીતિગત દરોમાં કોઇ બદલાવ કર્યો નથી. ત્યારે રિઝર્વ બેન્કે ડેબિટ કાર્ડથી લેવડ દેવડને પ્રોત્સાહિત કરવા વધુ એક નિર્ણય લીધો છે. દેશની કેન્દ્રીય બેન્કે કહ્યું છે કે તેનાથી ડિજિટલ ચૂકવણીને વધુ પ્રોત્સાહન મળી શકે છે. નાણાંકીય નીતિની દ્રિમાસિક સમીક્ષાના નિર્ણય પર ઘોષણા કરતા રિઝર્વ બેન્કને કહ્યુ કે હાલના મહિનામાં ડેબિટ કાર્ડ ટ્રાન્જેક્શનમાં મોટો ઉછાળો આવ્યો છે અને તેનેવધારવા માટે ટ્રાન્જેક્શન પર લાગી રહેલા ચાર્જમાં ઘટાડો કરવાનો વિચાર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કાર્ડ ટ્રાન્જેક્શન પર લાગી રહેલા ચાર્જ ડિજિટલ ચૂકવણીમાં અડચણ ઉભી કરી રહ્યા છે. જોકે કેન્દ્ર સરકારે નોટબંધી બાદ રોકડ લેણ-દેણ ઘટાડીને કેશલેસ ચૂકવણીને વધારવા માટે ઘણાં પગલાં લીધા છે. સરકારે ડિજિટલ પેમેન્ટ માટે યુપીઆઇ આધારિત ભીમ એપ લોન્ચ કરી તો કાર્ડ ટ્રાન્જેક્શન માટે પોઇન્ટ ઓફ સેલ્સ મશીનની સંખ્યામાં વધારો કર્યો છે.